photo 1585264084461 02539d863da6

લોકોના સહયોગ થી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે:પંકજ કુમાર

સચિવશ્રી પંકજ કુમારે આજે વડોદરાની મુલાકાત

સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટે
ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય લઈ તંત્ર દ્વારા કોરાના સામે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરી કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરી માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું.

અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમારે જણાવ્યું કે વડોદરા શહેરમાં કોરોના ના વ્યાપને વધતો અટકાવવા માટે તંત્ર લોક સહયોગ થી લડાઈ લડી રહ્યું છે, ત્યારે શહેરીજનો પણ તંત્રની માર્ગદર્શક સૂચનાઓ નું ચુસ્તપણે પાલન કરશે તો આપને ચોક્કસ કોરોના સામેનું યુદ્ધ જીતી શકીશું

અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે શહેરના વિવિધ અર્બન હેલ્થ સેન્ટર ની મુલાકાત લઈ આ સેન્ટર ખાતે ચાલતી આરોગ્ય લક્ષી પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી.તેમની સાથે વડોદરા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી શ્રી વિનોદ રાવ,મ્યુનિ.કમિશનર શ્રી નલિન ઉપાધ્યાય, પોલીસ કમિશનર અનુપમ ગેહલોત,કલેકટર શાલિની અગ્રવાલ જોડાયા હતા.

શ્રી પંકજ કુમારે વડોદરા શહેર માં કોરોના માત આપવા તંત્ર દ્વારા લેવાયેલ પગલાંની સરાહના કરી વડોદરાના નાગરિકો જાતે કોરોના યોદ્ધા બને તેવી વ્યૂહરચના અપનાવવા બદલ તંત્રવાહકોને અભિનંદન આપ્યા હતા.

તેમણે શહેરના ગાજરાવાડી ખાતે શાકભાજીના ફેરિયાઓ ના સેમ્પલ ટેસ્ટી ગ કામગીરીનું નિરીક્ષણ કરવા સાથે રેડ ઝોન માં કોરોના ગ્રસ્ત પરિવારોના ઘરોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછી હોસ્પિટલમાં મળેલ સારવાર અંગેની જાત માહિતી મેળવી હતી.

શ્રી પંકજ કુમારે હાઈસ્પીડ રેલ સેન્ટરના કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દી સાથે પોઝિટિવ થી લઇ સારવાર સુધીની વિગતો વિડિયો કૉલિંગ થી મેળવી હતી.તેમને ૧૫ વર્ષના કિશોર સાથે વાત કરી શીઘ્ર સાજા થવાની શુભકામનાઓ પાઠવી હતી.

તેમને ડાયેટ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાની જાણકારી મેળવવાની સાથે વિડિયો કોલિંગ થી દર્દીઓ સાથે સંવાદ કરી એમના પ્રતિભાવો મેળવવાનું સૂચન કર્યું હતું.

તેમને બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંસ્થાકીય હોમ કોરેંતાઈ ન સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.વડોદરા જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત,હોમ કોરેન્તાઈ ન,સંસ્થાકીય હોમ કોરેંતાઈં ન, સારવાર મેળવી સાજા થયેલ અને મરણ પામેલ દરદીઓની વિગતો જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તિલાવત પાસેથી મેળવી હતી.

ખાસ ફરજ પરના અધિકારી શ્રી વિનોદ રાવે ગાઈડ લાઈન પ્રમાણે પાયોનિયર ઇન્સ્ટિટ્યૂટ સહિત વિવિધ કોવીદ કેર સેન્ટર ,કોવીડ હેલ્થ સેન્ટર ના આયોજન ની જાણકારી આપી હતી.

શ્રી વિનોદ રાવે જણાવ્યું કે રેડ, ઓરેન્જ અને યલો ઝોનમાં એકસો ટકા ઉકાળા અને હોમીઓપેથી દવાઓનું અસરકારક વિતરણ સાથે ઉપયોગનું નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.