CM Bhupendra patel

Bhupendra patel CM of gujarat: ભૂપેન્દ્ર પટેલ ફરીવાર બન્યા ગુજરાતના મુખ્યમંત્રી…

Bhupendra patel CM of gujarat: કમલમ ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો

ગાંધીનગર, 10 ડીસેમ્બર: Bhupendra patel CM of gujarat: નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી શપથ લેશે. આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. આજે શનિવારે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી,

બેઠકમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે. એમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.

ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: BJP members meeting in kamlam: કમલમ ખાતે શરૂ થઇ ભાજપના સભ્યોની બેઠક…

Gujarati banner 01