1464119901 8726 edited

ગુજરાતમાં આગામી 5 દિવસ વાવાઝોડાં સાથે વરસાદ(rain forecast)ની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ?

ગાંધીનગર, 29 એપ્રિલઃ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હળવી વીજળી, વાવાઝોડાં અને વરસાદ(rain forecast)ની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય અને લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં ૪૨.૪ અને અમદાવાદમાં ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Whatsapp Join Banner Guj

અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૃચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ(rain forecast) પડશે. આ સમય દરમિયાન ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂકાય તેવી શક્યતા છે. આવાં વાતાવરણના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આજે મિશ્ર ઋતુ ધરાવતા વાતાવરણના કારણે અમદાવાદ, ગાંધીનગર અને ડીસા, રાજકોટ સિવાયના વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યું હતું અને લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

IPL 2021: કોરોનાની અસર આઇપીએલ પર જોવા મળી, દસ ખેલાડીઓએ અલગ-અલગ કારણો આપીને ટુર્નામેન્ટને કહ્યું અલવિદા…!