CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણયઃ રાજ્યની સરકારી(state government) કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે

ગાંધીનગર, 29 એપ્રિલ: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી(state government) કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્મણ વધુ ફેલાય નહીં અને અધિકારી કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.

Whatsapp Join Banner Guj

રાજ્યના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી(state government) હોસ્પિટલ-દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે તેવી અપીલ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ રાજ્યના ધારાસભ્યો તેઓને મળતી પ્રવર્તમાન ગ્રાન્ટ ઉપરાંત ૨૫ લાખની ગ્રાન્ટ સરકારી હોસ્પિટલ દવાખાનાને મેડિકલ સાધનોની સહાય માટે આપી શકશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ગુજરાતમાં આગામી 5 દિવસ વાવાઝોડાં સાથે વરસાદ(rain forecast)ની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ?