Rain 2

Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જારી, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી…

Rain in Ahmedabad: વરસાદના કારણે સાંજે ઓફિસથી ઘરે જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

અમદાવાદ, 30 જૂનઃ Rain in Ahmedabad: ગુજરાતના અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી સાંજથી વરસાદ શરૂ થયો છે જે હજુ પણ ચાલુ છે. વરસાદના કારણે સાંજે ઓફિસેથી ઘરે જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા, પાલડી, આશ્રમ રોડ સિટી ગોલ્ડ સિનેમા, સરખેજ, એસજી હાઈવે, સાબરમતી સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. એસજી હાઇવે, ઇસ્કોન બ્રિજ સહિત અનેકો વિસ્તારમાં ભારે વરસાદના કારણે ટ્રૈફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ જામી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર ઈસ્કોન, સેટેલાઈટ, બોપલ, પાલડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો… Surat Gaurav Sena Bhavan: ગૌરવ સેનાની ભવન ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ શરૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો