Gandhidham New RTO: અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના વાહનોને નવી ઓળખ મળશે

Gandhidham New RTO: હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને 01-39 તરીકે નવી ઓળખ મળશે

અમદાવાદ, 30 જૂનઃ Gandhidham New RTO: કચ્છ જિલ્લામાં મોટરીંગ પબ્લિકને ત્વરિત અને ઝડપથી નજીકના સ્થળેથી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા અત્યાધુનિક સહાયક વાહનવ્યવહાર કચેરી, કચ્છ પૂર્વ (અંજાર) કચેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. જેનું તા.૦૨-૦૬-૨૦૨૨ ના રોજ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદી સાહેબના હસ્તે સહાયક વાહન વ્યવહાર કચેરી, કચ્છપૂર્વ (અંજાર)નું લોકાર્પણ કરવામાં આવેલ છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૧૪-૧૦-૨૦૧૬ ના જાહેરનામાથી એઆરટીઓ કચેરી કચ્છ પૂર્વ (અંજાર)ને 01-39 કોડ ફાળવવામાં આવેલ છે. જેમાં કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ તાલુકા વિસ્તારનો સમાવેશ કારવામાં આવેલ છે.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા તા.૨૮-૦૩-૨૦૨૩ ના ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ગુજરાત મોટર વાહન નિયમો, ૧૯૮૯ માં સુધારો કરવામાં આવેલ છે અને સહાયક વાહન વ્યવહાર કચેરી અંજારને લાયસન્સીંગ, કન્ડક્ટરીંગ, રજીસ્ટ્રીંગ અને ટેક્ષેસન ઓથોરિટી તરીકે ઉમેરો કરવામાં આવેલ છે. જેનું ફાઇનલ નોટીફેકેશન ટુંક સમયમાં બહાર પડશે અને એઆરટીઓ અંજાર કચેરી 61-39 કોડથી કાર્યરત થશે.

સહાયક વાહન વ્યવહાર કચેરી, કચ્છ પૂર્વ (અંજાર) કાર્યરત થવાથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોને લાયસન્‍સ તેમજ મોટર વાહન સંબંધિત સેવાઓ માટે આરટીઓ કચેરી ભુજ જવામાંથી મુક્તિ મળેલ છે. જેથી કચ્છ પૂર્વ(અંજાર)માં વસવાટ કરતા લોકોને ત્વરિત અને ઝડપી સેવા મળવા પામેલ છે.

આ પણ વાંચો… Rain in Ahmedabad: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જારી, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો