hevay rain

Rainfall forecast in Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી, વાંચો ક્યા વરસશે મેઘરાજ

Rainfall forecast in Gujarat: આજે, આવતી કાલે, રવિ વાર અને સોમવારે પણ વરસાદ પડશે

અમદાવાદ, 10 જૂનઃ Rainfall forecast in Gujarat: હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો બીજી બાજુ આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ રેલમછેલ કરશે. તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે.

તો સોમવારે અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ વરસશે.

આ પણ વાંચોઃ Gujarat corona case update: છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૭ને કોરોના કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ ૨૮૨ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

આ પણ વાંચોઃ PM Modi arrives in Gujarat: વડાપ્રધાન મોદી ગુજરાતમાં પહોંચ્યા, સુરત એરપોર્ટથી ચીખલી જવા રાવાના થશે ત્યાર બાદ અમદાવાદ આવશે

Gujarati banner 01