kalupur police meeting

Rathyatra police meeting: રથયાત્રા નિમિત્તે યોજાઇ મહત્વની બેઠક, પોલીસને આ અવસર માટે કરી ખાસ વિનંતી- વાંચો વિગત

Rathyatra police meeting: અમદાવાદ શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે તો શાંતિપૂર્ણ સંપન થાય તે રીતે સેવા આપવા શાંતિ સમિતિનાં સભ્યો ને વિનંતી કરવામાં આવી હતી.

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૦૬ જુલાઈ:
Rathyatra police meeting: આજે સાંજે ૬:૩૦ કલાકે સરસપુર સ્વામી નારાયણ મંદિર ખાતે રથયાત્રા નિમિત્તે શહેરકોટડા પોલીસ સ્ટેશન હદમાં આવેલ વિસ્તારનાં સમાજ સેવક આગેવાનો ની શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં સરસપુરનાં સામાજિક આગેવાનો, વિવિધ પક્ષના નેતાઓ, વેપારીઓ વગેરે આગેવાનો હાજર રહયા હતા.

આ પણ વાંચો…Tanisha mukharji: કુંવારી મા બનશે કાજોલની બહેન તનીષા મુખર્જી, અભિનેત્રી કહ્યું લગ્ન કરવુ જરૂરી નથી!

Rathyatra police meeting: આ મીટીંગ A.C.P ધાંધલીયા, શહેર કોટડા પોલીસ સ્ટેશન નાં ફસ્ટ પોલીસ ઈસ્પેકટર રાજપૂત , સેકન્ડ પોલીસ ઈસ્પેકટર ડાભીએ શાંતિ સમિતિનાં સભ્યો ને જરૂરી સુચનો આપ્યાં હતા. તેમજ જો અમદાવાદ શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે તો શાંતિપૂર્ણ સંપન થાય તે રીતે સેવા આપવા શાંતિ સમિતિનાં સભ્યો ને વિનંતી કરવામાં આવી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

Rathyatra police meeting: પી આઈ ધાંધલીયા એ ખાસ જણાવ્યું હતું. કે પોલીસ તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે મળીને આ અવસરને પાર પાડવામાં આવે તેવી વિનંતી કરી હતી.