E0FjqgjVUAIb4jl

અમદાવાદઃ રેમડેસિવિર ઈંજેક્શન(Remdesivir injections)નું સૌથી મોટુ કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું, 8 આરોપીની કરી ધરપકડ

અમદાવાદ, 29 એપ્રિલઃ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, તે સાથે કોરોનાની સારવારમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ વધી છે. તાજેતરમાં જ રેમડેસિવિર ઇંજેક્શન(Remdesivir injections)નું વધુ એક મોટુ કૌભાંડ એસઓજીએ ઝડપ્યું પાડ્યુ છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીમાં નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરાઈ છે. મિલન સવસવિયા નામના કર્મચારી રેમદેસીવીર કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમદેસીવીર ઇંજેક્શન શીશીમાં બનાવી ઉંચા ભાવે વેચવા માટે કાવતરું રચતા હતાં.

એસઓજીએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઇંજેક્શન જપ્ત કર્યા હતાં. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસીવીર ઇંજેક્શન(Remdesivir injections) મળી આવ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતું.

Whatsapp Join Banner Guj

એસઓજીએ ઇંજેક્શન(Remdesivir injections)ને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં મદદ લીધી છે. ક્રાઈમ બ્રાન્ચે આ સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદથી લઈને છેક વડોદરા સુધી તેમનું નેટવર્ક ફેલાયેલુ હોવાની વાત પણ સામે આવી છે. આ લોકો નકલી ઈંજેક્શન બનાવીને લોકોને પધરાવી દેતા હતા.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આ માટે અમદાવાદ વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલમાંથી રેમડેસિવિર ઈંજેક્શન(Remdesivir injections)ની મોટી હેરાફેરી કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરા ના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જ્યાં 300થી વધુ નકલી ઇંજેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો છે.એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો…

18 વર્ષથી વધુ ઉંમર હોય તો પણ…આ વ્યક્તિઓએ વેક્સિન(Covid vaccine) ના લેવી જોઈએ- જાણો આ અગત્યની માહિતી