shab e barat will be celebrated on may 11 1493316187 6645 edited

રાજ્યમાં આગામી 28 માર્ચે શબ્- એ -બારાત(shab e barat)ની ઉજવણીને લઇ રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરી ગાઇડલાઇન

shab e barat

ગાંધીનગર, 25 માર્ચઃ એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની સિઝન પણ આવી રહી છે. તાજેતર રાજ્ય સરકારે હોળી-ધુળેટી અંગે ગાઇડલાઇન જાહેર કરી હતી. હવે મુસ્લિમ ભાઇ-બહેનો માટે 28 માર્ચે આવી રહેલા તહેવાર શબ-એ બારાત(shab e barat) માટે પણ સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે.

ADVT Dental Titanium

ઇસ્લામિક કેલેન્ડરના આઠમા મહિનાના 14થી 15મી દિવસની રાત્રે શબ-એ-બારાતે(shab e barat) નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો મુસ્જિદોમાં ભેગા થાય છે અને તેમના પ્રિય લોકોની કબરો પર પુનઃ મુલાકાત લેવાય છે.

Whatsapp Join Banner Guj

સામાન્ય સંજોગોમાં આ તહેવાર સંદર્ભે લોકો મોટી સંખ્યામાં મસ્જિદો અને કબ્રસ્તાનમાં એકત્રિત થતા હોય છે. તાજેતરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં ભીડ એકત્રિત થવાથી સંક્રમણનો ભય વધે છે. તેથી શબ-એ-બારાત(shab e barat)ના તહેવાર સંદર્ભે મસ્જિદો તથા અન્ય સ્થળોએ લોકો એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચૂસ્ત અમલ થાય તે આવશ્યક છે. તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જળવા સૂચન આપવામાં આવ્યું છે. આ ગાઇડલાઇનનો અમલ ન કરનાર પણ જરુરી કાર્યવાહી થશે.

આ પણ વાંચો…

મુખ્યમંત્રી(CM Vijay Rupani)એ કોરોના અપડેટ આપતા કહ્યું- હજી એક અઠવાડિયું રાજ્યમાં કોરાના કેસ વધશે..! જુઓ વીડિયો વધુમાં શું કહ્યું…મુખ્યમંત્રીએ