tripura lockdown 2 edited

ગુજરાતના આ ગામમાં માત્ર 11 કેસ આવતા જ સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown)ની કરી જાહેરાત, ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો આ નિર્ણય

self lockdown

જામનગર, 25 માર્ચઃ રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકારે તો આંશિક લોકડાઉન અને કર્ફ્યૂનો એલાન કરી દીધો છે. તેવામાં ગુજરાતનું એક એવુ ગામ પણ છે. જ્યાં માત્ર અગિયાર કેસ આવતા જ ગામના લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown) જાહેર કરી દીધું છે. આ ગામ છે. જામનગરના મોટી ગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું છે. મોટી ગોપ ગામમાં એકસાથે 11 પોઝિટિવ કેસ આવતા ગામ લોકો દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ADVT Dental Titanium

આજથી 31 માર્ચ સુધી ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown) લગાવવામાં આવ્યું છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. આ નિર્ણય વિશે ગામના આગેવાન ભરતભાઈ સાગરે જણાવ્યું કે, ગામમાં શાકભાજી, અનાજ કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં લોકો પણ સહયોગ આપી રહ્યાં છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, હોળી -ધુળેટી પર્વની ઉજવણી પણ ગામડામાં બહુ જ સાદગીથી કરાશે. ગામના આગેવાનોના આ નિર્ણયને ગામવાસીઓએ આવકાર્યો છે. આજે સવારથી જ મોટી ગોપમાં સૂમસામ માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોના હિતમાં જ આ નિર્ણય લેવાયો છે. જોકે, 31 માર્ચ સુધી ગામમાં આવો જ શાંતિપૂર્વક માહોલ જોવા મળશે. 

આ પણ વાંચો…

રાજ્યમાં આગામી 28 માર્ચે શબ્- એ -બારાત(shab e barat)ની ઉજવણીને લઇ રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરી ગાઇડલાઇન