Shankarsinh vaghela

Shankarsinh vaghela: શું ખરેખર કોંગ્રેસ ફરી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થશે? વાંચો વિગત

Shankarsinh vaghela: ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દો અટવાઇ ગયો

ગાંધીનગર, 09 ઓગષ્ટઃ Shankarsinh vaghela: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી થઈ રહી હોવાના સમાચાર છે, ત્યારે કોંગ્રેસમાં કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં ચૂંટણી આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસને બેઠી કરવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દો અટવાઇ ગયો છે.

આ પણ વાંચોઃ Online Licence: આ રીતે કઢાવો ઓનલાઇન લાઇસન્સ- વાચો સરળ પ્રક્રિયા

કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કોંગ્રેસમાં વાપસી માટે મનાવવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે, અને આ બાજુ શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. પણ કોંગ્રેસમાં પરત ફરવાની સાથે બાપુએ સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોથી માંડીને બીજી કેટલીક શરતો તેમણે કોંગ્રેસ સમક્ષ મુકી છે.

આ પણ વાંચોઃ e-RUPI: નવા ડિજિટલ ચૂકવણી સાધન ઈ-રૂપિ શું છે તથા ઈ-રૂપિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુની તમામ શરતોને સ્વિકારવા માટે તૈયાર નથી તો બીજી તરફ બાપુ પોતાની શરતો પર ટસના મસ થવા તૈયાર નથી. આ દરમિયાનમાં ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડને રાજી કરવા માટે ભરપુર પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સામે હાઇકમાન્ડ સુધી વિરોધ વ્યકત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Devi parvati temple at somanth: વડાપ્રધાન મોદી આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો કરશે શિલાન્યાસ, જાણો કેવી હશે સુવિધાઓ

Whatsapp Join Banner Guj