Suicide

Sorry Papa Suicide Note: સોરી પાપા સુસાઇટ નોટમાં લખી પુત્રીએ કરી લીધી આત્મહત્યા

Sorry Papa Suicide Note: જે દિવસે દિપાલી પરમારે આત્મહત્યા કરી તેના આગલા દિવસે જ સુનિલની જાન પાટણવાવ ગઈ હતી

રાજકોટ, 14 મે: Sorry Papa Suicide Note: રાજકોટ શહેરમાં આત્મહત્યાના કેસો વધવા લાગ્યા છે તેવામાં આજે વધુ એક દીકરીએ પોતાના પિતાને સુસાઇટ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટ શહેરમાં આવેલા નાણાવટીચોક નજીક આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દિપાલી પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી હતી. 

આ બનાવ થતા યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમમાં લઇ જવાઈ હતી. દિપાલીએ જ્યાં આત્મહત્યા કરી હતી ત્યાં પોલીસને એક સુસાઇટ નોટ મળી હતી જેમાં સુનિલ નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાની જાણકારી મળી હતી. 

પોલીસ દ્વારા કબજે કરાયેલી સુસાઇટ નોટમાં દિપાલીએ લખ્યું હતું કે હું (Sorry Papa Suicide Note) સુસાઇટ કરું છું મેને સુસાઇટ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે એને મને ગારુ આપી છે મારા મમ્મી પપ્પાને પણ આપે અને મેને મારી પણ છે સોરી પાપા – દિપાલી. આ સમગ્ર ઘટના બાબતે મૃતક દિપાલીના પિતા રાજુભાઈ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સીટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનિલ રસિકભાઈ કુકડીયા સામે IPC 306 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જે દિવસે દિપાલી પરમારે આત્મહત્યા (Sorry Papa Suicide Note) કરી તેના આગલા દિવસે જ સુનિલની જાન પાટણવાવ ગઈ હતી. દિપાલીના આત્મહત્યા કરી લીધાની જાણ થતા સુનિલ અને તેની પત્ની ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Woman killed in train by heart attack: ગાંધીધામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં પાલઘરની મહિલાને અટેક આવતા મોત

Gujarati banner 01