Woman died in train by heart attack: ગાંધીધામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં પાલઘરની મહિલાને અટેક આવતા મોત

Woman died in train by heart attack: વલસાડ ટ્રેન આવી પહોંચી ત્યારે B-3 કોચમાં સીમરન બેનને રેલવે હોસ્પિટલના તબીબી ચેક કરતા મહિલાને મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદ, 14 મે: Woman died in train by heart attack: મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી એક મહિલા ગાંધીધામ જવા માટે વાપી આવી હતી. વાપી રેલવે સ્ટેશન ઉપરથી 3 બેગ લઈને ગાંધીધામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં ચડી હતી જે દરમ્યાન ચાલુ ટ્રેને એટેક આવતા મહિલાનું ટ્રેનમાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલવે વિભાગની ટીમને થતા રેલવે વિભાગે 108 અને રેલવે હોસ્પિટલના ડોક્ટરને વલસાડ રેલવે સ્ટેશન ખાતે તૈનાત રાખી મહિલાને ચેક કરતા મહિલાનું યાત્રા દરમ્યાન મોત નીપજ્યું હતું.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી જિલ્લો પાલઘર ખાતે રહેતા સીમરણ લખયાની શુક્રવારે વાપીથી બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં ગાંધીનગર જવા 3 બેગના લગેજ સાથે નીકળ્યા હતા. તેમણે વાપી રેલવે સ્ટેશનથી બાંદ્રા ગાંધીધામ AC કોચ B-3ની સીટ ન.45 ઉપર રિઝર્વેશન કર્યું હતું. વાપીથી ટ્રેનમાં બેસ્યા બાદ તેમને AC કોચમાં ગભરામણ થઈ હતી.

સ્થાનિક લોકોએ ચાલુ ટ્રેનમાં મહિલાને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. (Woman died in train by heart attack) ટ્રેનના AC કોચના ટીસીએ વલસાડ રેલવે હોસ્પિટલ અને 108ની ટીમની મદદ મેળવી હતી. વલસાડ ટ્રેન આવી પહોંચી ત્યારે B-3 કોચમાં સીમરન બેનને રેલવે હોસ્પિટલના તબીબી ચેક કરતા મહિલાને મૃત જાહેર કર્યા હતા. મહિલાના મૃતદેહને વલસાડ GRPની ટીમે કબ્જો મેળવી PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો..know how to get duplicate license: ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ

Gujarati banner 01