aadhar card

Profit from Aadhar card: આધાર કાર્ડ કરાવશે મોટી કમાણી! સરકાર તમારા એકાઉન્ટમાં મોકલશે રૂપિયા

Profit from Aadhar card: આધાર કાર્ડ લોકો માટે જરૂરી દસ્તાવેજ બની ગયું છે. સરકારી સુવિધાઓથી લઈને દરેક વસ્તુ માટે હવે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ આ સિવાય પણ આવી ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેનાથી મોટી કમાણી થઈ શકે છે.

અમદાવાદ, 14 મે: Profit from Aadhar card: આધાર કાર્ડ લોકો માટે જરૂરી દસ્તાવેજ બની ગયું છે. સરકારી સુવિધાઓથી લઈને દરેક વસ્તુ માટે હવે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ આ સિવાય પણ આવી ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, જેનાથી મોટી કમાણી થઈ શકે છે.

પેન્શનનો લાભ લેવા માટે કામ આવે છે આધાર કાર્ડ

પેન્શનરો માટે ‘જીવન પ્રમાણ અથવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ’ પણ કહેવાય છે, જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પેન્શનરો હવે તેમના ઘર છોડ્યા વિના તેમના પેન્શનનો લાભ લઈ શકે છે, કારણ કે તેમની ડિટેલ્સને એજન્સી દ્વારા તેમના આધાર કાર્ડ નંબર દ્વારા ડિજિટલ રીતે એક્સેસ કરી શકાય છે.

સરકારી લાભ માટે આધાર કાર્ડ જરૂરી

જ્યારે કેવાયસી અથવા વેરિફિકેશનની વાત આવે ત્યારે આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ છે. આધાર કાર્ડના ફાયદા નીચે મુજબ છે, જેનો ઉપયોગ સરકારી પ્રક્રિયાઓ માટે થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. હકીકતમાં આધાર કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ થાય છે. LPG સબસિડી માટે પણ આવું જ કરવામાં આવે છે. સિલિન્ડર પર મળતી સબસિડી માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.

બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી

બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આધાર કાર્ડ કામમાં આવી શકે છે. દસ્તાવેજનો ઉપયોગ કેવાયસી, આઇડેન્ટિફિકેશન અને વેરિફિકેશન માટે થઈ શકે છે. બેંકો આધાર કાર્ડને માન્ય એડ્રેસ અને ફોટો આઈડી પ્રૂફ માને છે. તેથી તમે અન્ય સ્થળોએ પણ તેનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કોઈપણ સરકારી સર્વિસ માટે અરજી કરતી વખતે ઓળખના પુરાવા, સરનામાના પુરાવા તેમજ ઉંમરના પુરાવા તરીકે થઈ શકે છે.

આ પણ વાંચો..Sorry Papa Suicide Note: સોરી પાપા સુસાઇટ નોટમાં લખી પુત્રીએ કરી લીધી આત્મહત્યા

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *