લોકડાઉન પછીનો મહત્વનો નિર્ણય: supreme courtએ રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે સ્થળાંતરીત મજૂરો માટે સમુદાયના રસોડાં ખોલવાનો આપ્યો આદેશ

supreme court: રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી શરૂ કરવાની તાત્કાલિક જરૂરિયાત

અમદાવાદ, 10 જૂન: supreme court: રોગચાળાની બીજી વેવનો અંત આવી રહ્યો છે અને લોકડાઉન ઘટાડવા અને અર્થવ્યવસ્થાઓને ખોલવા માટે દેશભરની સરકારો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, હવે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, ઉદ્યોગો અને બાંધકામ સાઇટ્સને ફરીથી પ્રારંભ કરવાનો સમય છે. જો કે આપણા દેશમાં પરપ્રાંતિય અને સ્થાનાંતરિત મજૂરોની એક મોટી સમસ્યા છે અને આ મજૂરો આ ભયાનક રોગચાળા દરમિયાન ભૂખ , આશ્રય અને બેરોજગારીની ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે તેથી રોગચાળો પછી હવે અર્થવ્યવસ્થા સામે બજારમાં તંદુરસ્ત મજૂરી મેળવવી એક મોટી સમસ્યા બની શકે છે.

Whatsapp Join Banner Guj

આ સ્થળાંતરીત મજૂરીકારોની દુઃખદ સ્થિતિને જોતા માનનીય સુપ્રીમ કોર્ટે(supreme court) 24 મી મે 2021ના રોજ એક આદેશ પસાર કરી દીધા છે જેમાં દરેક રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તાત્કાલિક ધોરણે સમુદાય રસોડાઓ સ્થાપવા અને આ યોજનાઓનો રાજ્ય મુજબનો પ્રચાર કરવા પણ નિર્દેશ આપ્યો છે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ આવી યોજનાઓનો લાભ લેવાનું શરૂ કરી શકે.

જુલાઇ, 2017 માં, વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યવ્યાપી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” ની ઘોષણા કરી હતી અને અસંગઠિત ક્ષેત્રમાં બાંધકામ કામદારોને ગરમ પૌષ્ટિક સંપૂર્ણ ભોજન બાંધકામ સ્થળોમાં જ દીઠ રૂ10 માં આપવાનું આયોજન પણ કર્યું હતું. ૨૪૦૦૦ થી વધુ મજૂરોને આ યોજનાનું લાભ પણ મળ્યું હતું પણ સૌથી મુશ્કેલ રોગચાળાના સમયમાં જ્યારે સ્થળાંતરીઓને ખોરાકની જરૂરિયાત હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોગચાળા કોવિડને કારણે છેલ્લા 1 વર્ષથી તમામ 100 અન્નપૂર્ણા ફૂડ સ્ટોલ ને બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે સુપ્રીમ કોર્ટે(supreme court) રાજ્ય સરકારને સૌથી વહેલી તકે તંદુરસ્ત સમુદાય રસોડુંને ફરી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યું છે અને તે મહત્વનું છે કે રાજ્ય સરકાર સમુદાય સેવાઓ ફરીથી શરૂ કરવા માટે સક્રિય તાત્કાલિક પગલાં લે

તાજેતરમાં સુપ્રીમ કોર્ટ(supreme court) દ્વારા જે હુકમ જારી કરવામાં આવ્યું છે તે અનુસાર દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યું છે કે તે તાત્કાલિક સમુદાય રસોડા ઉભા કરે જેના માટે યોગ્ય સમય આવી ગયો છે અને ગુજરાત સરકારે ખરેખર શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરી થી શરૂ કરવા માટે પુનર્વિચારણા કરવી જોઈએ જેથી સ્થળાંતર કામદારો ની નવી આશા સાથે કામ શરૂ કરવા માટે આવકારી શકાય .

આ મહત્વના સમયે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને દિવાળી સુધી 800 મિલિયન લોકોને નિ: શુલ્ક રાશન આપવાની જાહેરાત કરી છે તે સમયે મહત્વપૂર્ણ છે કે ગુજરાત સરકારે પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાને ફરીથી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લે અને ફક્ત 87 કડીયા નાકા માં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યભરના કડીયા નાકા પર જરૂરિયાતમંદ સ્થળાંતર કામદારો અને વ્યક્તિને પૌષ્ટિક સંપૂર્ણ ભોજન આપવાનું શરૂ કરવા જોઈએ એમ મજુર વર્ગ અને ઉદ્યોગ નિરીક્ષકોનો અપીલ છે.

આ પણ વાંચો…

Gujarat government તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું આ રીતે કરશે મોનિટરિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

ADVT Dental Titanium