Surat power sub station: સુરત જિલ્લામાં 66 કે.વી.ના 14 સબ સ્ટેશન બનાવવાનું આયોજન

Surat power sub station: જેટકો દ્વારા સુરત જિલ્લામાં 66 કે.વી.ના પાંચ સબ સ્ટેશનો બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છેઃ

  • Surat power sub station: સુરત જિલ્લામાં નાણાકીય વર્ષ 2022-2 દરમિયાન 66 કે.વી.ના ૧૪ સબ સ્ટેશન બનાવવાનું આયોજન
  • સુરત સીટીમાં પણ આવનાર વર્ષ દરમિયાન પાંચ નવા 66 કે.વી. સબ સ્ટેશનોના નિર્માણ કરવાનું આયોજન

સુરત, 16 ફેબ્રુઆરી: Surat power sub station: રાજયમાં વધતા જતા શહેરીકરણ અને પ્રગતિના કારણે વીજ માંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો) દ્વારા સુરત જિલાની ભૌગોલિક પરિસ્થિતિ, ઘરવપરાશ, ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા તથા ઔદ્યોગિક ક્ષેત્રની વીજ માંગને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં વીજમાંગને પહોંચી વળવા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન 66 કે.વી.ના ૦૫ (પાંચ) સબ સ્ટેશન બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે. જેમાં ઉમરપાડા તાલુકામાં કડવીદાદરા, માંગરોળ તાલુકામાં વેલાછા અને શાહ, ચોર્યાસી તાલુકામાં સચીન અને કામરેજ તાલુકામાં સેવણી ખાતે નવા 66 કે.વી.ના સબ સ્ટેશનોનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

આ ઉપરાંત, સુરત જિલ્લામાં જેટલો દ્વારા નાણાકીય વર્ષ 2022-2 દરમિયાન ૧૪ જેટલા 66 કે.વી.ના સબ સ્ટેશનોના નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બારડોલી તાલુકાના તરભોણ, ચોર્યાસી તાલુકામાં સચીન એપરલ પાર્ક, કામરેજ તાલુકામાં કઠોદરા અને ખોલવાડ, માંડવી તાલુકામાં ગોદાવડી અને કમલાપોર, માંગરોળ તાલુકામાં હથોડા, ઓલપાડમાં પીંજરત, ઉમરપાડામાં ઉભારીયા તથા સુરત શહેરમાં બમરોલી, ડીંડોલી, ગોવાલક-2 (ઉધના-મજૂરા), રાંદેર અને વરીયાવ ખાતે સબ સ્ટેશન નિર્માણ કરવાનું આયોજન હેઠળ છે. જિલ્લામાં કુલ ૧૧૮ જેટલા સબસ્ટેશનો કાર્યાન્વિત છે.

આ પણ વાંચોControversy over Godse’s praise: વલસાડમાં યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ગોડસે વિષય પર ગાંધીની નિંદા કરનાર વિદ્યાર્થી બન્યો પ્રથમ વિજેતા, થયો વિવાદ

નોંધનીય છે કે, રાજ્યમાં વર્ષ 2020-21 દરમિયાન જેટકો દ્વારા ૧૫૪ જેટલા નવા સબ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમજ 1993 ચોરસ કિલોમીટર વીજરેખાઓ સ્થાપિત કરી છે. રાજ્ય31/03/21 ની સ્થિતિએ 66 કે.વી.થી 400 કે.વી.ની વિવિધ ક્ષમતામાં 67,601 ચોરસ કિમીની વીજરેખાઓ અને 2176 સબ સ્ટેશનો ધરાવે છે. જે રાજ્યનો લાંબો દરિયાકિનારો, વિશાળ રણ વિસ્તાર અને અતિ ભયજનક ભુકંપગ્રસ્ત વિસ્તારોને સાંકળી દરેક ખુણાને આવરે છે.

Surat power substation

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડે છેલ્લાં 10 વર્ષમાં ટ્રાન્સમિશન લાઈનોની પ્રાપ્યતા 99.93 ટકા અને સબ સ્ટેશનોની પ્રાપ્યતા 99.89 ટકાથી વધુની સિદ્ધિઓ હાંસલ કરી છે. જ્યારે જેટકોના નેટવર્કની વીજ પ્રવહન ક્ષમતા 8,693 મેગા વોટથી વધીને 29,280 મેગા વોટ થઈ છે અને 18,424 મેગા વોટની મહત્તમ માંગણી સંતોષવામાં આવી છે.

Gujarati banner 01