Surendranagar NSUI join bjp

Surendranagar NSUI president join BJP: સુરેન્દ્રનગર NSUI ના પ્રમુખ અને કોંગ્રેસના ૨૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Surendranagar NSUI president join BJP: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં બે દિવસ પહેલા મોટાપાયે ભંગાણ થયુ હતુ. જિલ્લા NSUI પ્રમુખ સહીત ૨૦૦ થી વધુ યુવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા બાદ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા

ગાંધીનગર, 15 મે: Surendranagar NSUI president join BJP: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં બે દિવસ પહેલા મોટાપાયે ભંગાણ થયુ હતુ. બે દિવસ પહેલા રાત્રે સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ સહીત ૨૦૦ થી વધુ યુવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. ત્યારે તા. 14ના રોજ યુવાનો વિધિવત રીતે ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે અને વિશ્વાસ તથા વિકાસની રાજનીતિ સ્વીકારી છે.

ગુજરાત રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એવી સુરેન્દ્રનગર જિલ્લા NSUIની ટીમના હોદ્દેદારો અને અન્ય યુવા કોંગી હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધા હતા. રાતના સમયે પ્રમુખ ધ્રુવરાજસીંહ ચુડાસમા સહીત ૨૦૦ થી વધુ યુવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દેતા જિલ્લા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો હતો. કોંગ્રેસ માંથી પ્રાથમિક સભ્ય પદેથી સામુહિક રાજીનામાં આપ્યા બાદ ધ્રુવરાજસીંહ જાડેજા, મયુરસીંહ ચુડાસમા, વિજયરાજસીંહ જાડેજા સહીતનાઓએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષમાં મોટાપાયે જુથવાદ ચાલી રહ્યો છે.

Surendranagar NSUI president join BJP

Surendranagar NSUI president join BJP: પાર્ટીમાં યુવાનોની સતત અવગણના થાય છે. આથી તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. આ યુવાનો તા.૧૪ ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ તકે યુવાનોને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મીડીયા ઈન્ચાર્જ યજ્ઞેશભાઈ દવે, ઝુબીનભાઈ આશરા, મનનભાઈ દાણી સહીતનાઓએ આવકાર્યા હતા. યુવાનોએ વિકાસ અને વિશ્વાસની રાજનીતિને સ્વીકારી અંત્યોદયના લક્ષને સાર્થક કરવા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. (સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Anounce new CM of Tripura: માણિક સાહા બનશે ત્રિપુરાના નવા સીએમ

Gujarati banner 01