Manek shaha

Anounce new CM of Tripura: માણિક સાહા બનશે ત્રિપુરાના નવા સીએમ

Anounce new CM of Tripura: બિપ્લવ દેવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વૌપરી છે. આલાકમાનના કહેવા પર તેઓએ પોતાનું પદ છોડી દીધું.

ત્રિપુરા, 14 મે: Anounce new CM of Tripura: ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી પદ પરનવા દાવેદારની પસંદગી કરવામાં આવી ચૂકી છે. સીએમ પર માટે ડો. માણિક શાહાની પસંદગી કરાઈ છે. બિપ્લવ દેવે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેઓએ પદ છોડ્યું હતું. 

મળતી માહિતી અનુસાર, બિપ્લવ દેવને પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. બિપ્લવ દેવે માણિક સાહાને ત્રિપુરા બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી પામતા તેમને અભિનંદન પાઠવ્યા છે. ત્યાં જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને ત્રિપુરામાં પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. 

આલાકમાનના કહેવા પર છોડ્યું પદ 

બિપ્લવ દેવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમના માટે પાર્ટીનો નિર્ણય સર્વૌપરી છે. આલાકમાનના કહેવા પર તેઓએ પોતાનું પદ છોડી દીધું. મારા જેવા કાર્યકર્તાને સંગઠન માટે કામ કરવાની જરૂરત છે. જો કે, તેઓએ નવા સીએમ કોણ હશે, તે સવાલ પર કોઈ જવાબ આપ્યો ન્હોતો.   

આ પણ વાંચો..Dudhai canal: કચ્છની દૂધઈ પેટા શાખા નહેરનું ૪૫ KM વિસ્તરણ કરાશે

બીજેપીને ફરી સત્તામાં લઈ આવવી પ્રાથમિકતા 

બિપ્લવ દેવે કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા બીજેપીને ફરી સત્તામાં લાવવી છે. આપણે ત્રિપુરામાં લાંબા સમય સુધી ભાજપાને સત્તામાં બનાવી રાખવાની જરૂરત છે. જ્યાં સુધી આપણી પાસે એક મજબૂત સંગઠન છે. અમે સરકારમાં છીએ તે સૌથી મહત્વપૂર્ણ છે. 

બિપ્લવ કુમાર દેવે ટ્વિટ કરી કહ્યું કે, મુખ્યમંત્રીના રૂપમાં ત્રિપુરાની સેવા કરવાની જવાબદારી આપવા પર હું કેન્દ્રીય અને ત્રિપુરાના લોકોનો આભાર વ્યક્ત કરું છું. મેં દિલથી રાજ્યની સેવા કરી છે. ત્યાં જ બીજેપી આગામી વિધાનસભા ચુંટણીની રણનીતિને લઈને કોઈ જોખમ લેવા ઈચ્છતી નથી. (સોર્સ: ન્યુજ રીચ)

Gujarati banner 01