asthi kalash

Swami Adhyatmanandji: સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના અસ્થિ વિસર્જન ગઇકાલે ઋષીકેશના પવિત્ર ગંગાજીમાં સંપૂર્ણ વૈદિક, શાસ્ત્રોક્ત અને મંત્રોચ્ચારથી સંપન્ન થયો.

Swami Adhyatmanandji: પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ. તેઓ ૭૬ વર્ષ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.


અમદાવાદ , ૦૨ ઓગસ્ટ: Swami Adhyatmanandji: સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના અસ્થિ વિસર્જન ગઇકાલે તા. ૧-૮-૨૧ ના રોજ ઋષીકેશના પવિત્ર ગંગાજીમાં પરમાર્થ નિકેતન આશ્રમ ઘાટ પરથી વરિષ્ઠ સંતો શ્રી સ્વામી નિત્યાનંદજી, શ્રી સ્વામી નારાયણપાદજી, શ્રી સ્વામી બળદેવાનંદજી, શ્રી સ્વામી બ઼હ્મનિષ્ઠાનંદજી તેમજ બીજા અન્ય સંતગણ, ઋષીકુમારો, ભુદેવો, ભક્તજનો અને આપણા આશ્રમના સેવકોની ઉપસ્થિતીમાં સંપૂર્ણ વૈદિક, શાસ્ત્રોક્ત અને મંત્રોચ્ચારથી શ્રધ્ધાપૂર્વક સંપન્ન થયો.

Swami Adhyatmanandji asthi Visarjan

ઋષીકેશમાં આ અસ્થિ વિસર્જન કાર્ય પછી બધાજ સંતો, ઋષીકુમારો, સેવકો ભક્તો માટે શ્રધ્ધાપૂર્વક ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ.
આ દિવ્ય કાર્યક઼મમાં પરમાર્થ નિકેતન આશ્રમનો ખુબજ સહયોગ પ઼દાન થયો. અને તે નિમીત્તે પરમાર્થ આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ચિદાનંદ સરસ્વતીજી એ વિશેષમાં તેમની અમેરીકાની આધ્યાત્મિક યાત્રાએથી ફોન કરીને આશીર્વાદ આપ્યા, અને તેમના ગુરુજી પૂજ્ય અસંગાનંદજીએ રુબરુ મુલાકાત આપી આશીર્વાદ પાઠવ્યા.

આ પણ વાંચો…Child surgery: 5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના તબીબો

તેમજ હરીદ્વારથી આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરીજીએ પણ તેમને બહુ મૂલ્ય સમય કાઢી વ્યક્તિગત મુલાકાત આપી ખુબજ આશીર્વાદ પ઼દાન કર્યા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.