Teacher Demand

Teacher Demand: પંચાયતના શિક્ષકોની માંગણી – મહાપાલિકાના ધોરણ મુજબ આપો પગાર

Teacher Demand: સમાનકામ, સમાન વેતન અમારી છે બસ આટલી માંગ

અમદાવાદ, ૦૭ અગસ્ત: Teacher Demand: રાજ્ય સરકારમાં અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોના પગારમાં વિસંગતતા હોવાનો દાવો શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મુજબ 2800ના ગ્રેડમાં પગાર અપાય છે, જ્યારે મહાનગર પાલિકા હસ્તકની શાળાઓમાં શિક્ષકોને 4200ના ગ્રેડ મુજબ પગાર અપાય છે.

આ પણ વાંચો: Export of dragon fruit: ગુજરાતના ખેડૂતોએ પકવેલા ડ્રેગનફ્રૂટની બ્રિટન અને બહેરીનમાં પહેલી વખત થશે નિકાસ- વાંચો વિગત

શિક્ષક સંઘ દ્વારા જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયત કે મહાનગર પાલિકા દ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષકો એક સરખુ ભણાવે છે, પરંતું પગાર ધોરણમાં વિસંગતા છે ત્યારે જિલ્લા પંચાયતના શિક્ષકોને પણ મહાનગર પાલિકા શિક્ષકોના ધોરણે 4200ના ગ્રેડમાં પગાર ધોરણ મળવા જોઇએ. સમાન કામ, સમાન વેતન નીતિનો અમલ કરવામાં નહીં આવે તો પંચાયતના શિક્ષકો શિક્ષણકાર્યનો બહિષ્કાર કરશે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો