Renamed rajiv gandhi khel ratna award

Renamed rajiv gandhi khel ratna award vivad: રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલાતા રાજકીય વિવાદ શરુ- વાંચો શું છે મામલો?

Renamed rajiv gandhi khel ratna award vivad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમનું નામ પણ બદલીને કોઇ ખેલાડીનું નામ આપવું જોઇએ : કોંગ્રેસ

નવી દિલ્હી, 07 ઓગષ્ટ: Renamed rajiv gandhi khel ratna award vivad: ભારતમાં રમતગમત માટે અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડના નામને હવે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે. જેને પગલે કોંગ્રેસે માગણી કરી છે કે સાથે સાથે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરામાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેનું નામ પણ બદલી નાખવું જોઇએ. આમ નામ બદલવાને લઇને હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને આમને સામને આવી ગયા છે. અને રાજકીય વિવાદ સર્જાયો છે. 

ટોક્યોમાં ખેલાઇ રહેલા ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરૂષ બન્ને હોકી ટીમોએ સારો દેખાવ કર્યો હતો. જેને પગલે ભારતમાં હોકી લેજન્ડ તરીકે પ્રખ્યાત મેજર ધ્યાન ચંદના નામે હવે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ રખાયું છે.

આ પણ વાંચોઃ Export of dragon fruit: ગુજરાતના ખેડૂતોએ પકવેલા ડ્રેગનફ્રૂટની બ્રિટન અને બહેરીનમાં પહેલી વખત થશે નિકાસ- વાંચો વિગત

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ ગાંધી(Renamed rajiv gandhi khel ratna award vivad)નું નામ હટાવવામાં આવતા રાજકીય હોબાળો મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ બદલવામાં આવ્યું તેની જાણકારી જાહેર કરી હતી. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહે તેને ધ્યાન ચંદને અપાયેલ સાચી શ્રદ્ધાંજલિ અને સન્માન ગણાવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મેજર ધ્યાનચંદ ભારતના એ આગળી હરોળના ખેલાડીઓમાંથી એક હતા કે જેઓને કારણે ભારતને સન્માન અને ગૌરવ મળ્યું. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હવેથી ખેલ રત્નને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખવામાં આવશે. જોકે જેવું નામ બદલાયું કે તુરંત જ સોશિયલ મીડિયા પર માગણી થવા લાગી કે સ્ટેડિયમ અને ખેલ સંલગ્ન એવોર્ડના નામ ખેલાડીઓના નામે જ હોવા જોઇએ.

લોકોએ મોદીનું ધ્યાન દોર્યું કે અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું છે તેને બદલીને હવે કોઇ ખેલાડીના નામે રાખવુ જોઇએ.  બીજી બાજુ આ નિર્ણયનો કોંગ્રેસે શરૂઆતમાં સીધો વિરોધ જ કરવા માંડયો હતો. જો કે હિન્દી પટ્ટામાંથી આવકાર મળતાં અંતે કોંગ્રેસે નવો સૂર છેડયો હતો.

આ પણ વાંચોઃ children use mother name: પોતાના નામનો જ યુઝ કરવાની પિતાની માગ હાઇકોર્ટે ફગાવી, કહ્યું- સંતાન પિતાના બદલે માતાનું નામ યુઝ કરી શકે છે!

કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર હતા, સરકારે તેમના નામનો ઉપયોગ રાજકારણ માટે ન કરવો જોઇએ.

રાજીવ ગાંધીના સૃથાને મેજર ધ્યાનચંદ ખેલ રસ્ત નામ રખાયું તેનું કોંગ્રેસ સ્વાગત કરે છે. હવે નરેન્દ્ર મોદીએ રાજકારણથી બહાર આવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને કપિલ દેવ, મેરી કોમ, પીટી ઉષા, પુલેલા ગોપીચંદ, સુનીલ ગાવસ્કર વગેરેમાંથી કોઇ એક ખેલાડીના નામે કરવું જોઇએ.

આ પણ વાંચોઃ Sawan Month: 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો રહેશે, આ મહિનામાં શું કરવું અને શું નહીં? વાંચો વિગત

સાથે જ જેટલા પણ સ્ટેડિયમોના નામ નેતાઓના નામે છે તેને બદલીને ખેલાડીઓના નામે કરી દેવા જોઇએ અને તેમાં અરૂણ જેટલી સ્ટેડિયમનો પણ સમાવેશ કરવો જોઇએ. જેટલીના નામને હટાવીને સચિન તેંડુલકર જેવા ખેલાડીઓના નામે સ્ટેડિયમનું નામ રાખવું જોઇએ. જ્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સ્વયંથી બહુ જ પ્રેમ છે. તેઓએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ(Renamed rajiv gandhi khel ratna award vivad) પોતાના નામે જ કરી દેવાની જરૂર હતી.  

Whatsapp Join Banner Guj