dehli high court

children use mother name: પોતાના નામનો જ યુઝ કરવાની પિતાની માગ હાઇકોર્ટે ફગાવી, કહ્યું- સંતાન પિતાના બદલે માતાનું નામ યુઝ કરી શકે છે!

children use mother name: દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું છે કે સંતાન ઇચ્છે તો પોતાના માતાની અટક કે નામ પોતાની પાછળ લગાવી શકે છે

નવી દિલ્હી, 07 ઓગષ્ટ: children use mother name: સામાન્ય રીતે સંતાનોના નામની પાછળ પિતાની અટક કે નામ લખવામાં આવતી હોય છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું છે કે સંતાન ઇચ્છે તો પોતાના માતાની અટક કે નામ પોતાની પાછળ લગાવી શકે છે. સંતાનોને તેનો પણ અિધકાર મળેલો જ છે.

આ પણ વાંચોઃ Export of dragon fruit: ગુજરાતના ખેડૂતોએ પકવેલા ડ્રેગનફ્રૂટની બ્રિટન અને બહેરીનમાં પહેલી વખત થશે નિકાસ- વાંચો વિગત

એક પિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે મારી પુત્રીને આદેશ આપવામાં આવે કે તેના નામની પાછળ માત્ર મારા નામનો જ ઉપયોગ કરવામાં આવે નહીં કે તેની માતાના નામનો. 

દિલ્હી હાઇકોર્ટે પિતાની અરજી(children use mother name)ને ફગાવી દીધી હતી અને કોઇ જ આદેશ આપવાની ના પાડી દીધી હતી. ન્યાયાધીશ રેખા પાલ્લીએ કહ્યું હતું કે પુત્રી પર પિતાની માલિકી નથી કે તે આવા આદેશની માગણી કરી શકે. 

આ પણ વાંચોઃ Sawan Month: 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો રહેશે, આ મહિનામાં શું કરવું અને શું નહીં? વાંચો વિગત

જો પુત્રી પોતાની માતાનું નામ પોતાની પાછળ લગાવતી હોય કે ડોક્યુમેન્ટ્સમાં માતાના નામના ઉપયોગ કરતી હોય તો તેમાં વાંધો શું છે? દલિલો વખતે પિતાના વકીલે દાવો કર્યો હતો કે યુવતી સગીર વયની છે તેથી તેને ખ્યાલ નથી કે શું ખોટુ કરી રહી છે. જોકે કોર્ટે આ દલિલોને પણ ફગાવી દીધી હતી અને સ્કૂલમાં જઇને નામ બદલવાની છુટ આપી હતી.

Whatsapp Join Banner Guj