Export of dragon fruit

Export of dragon fruit: ગુજરાતના ખેડૂતોએ પકવેલા ડ્રેગનફ્રૂટની બ્રિટન અને બહેરીનમાં પહેલી વખત થશે નિકાસ

Export of dragon fruit: લંડન નિકાસ થયેલા વિદેશી ફ્ટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ભરૂચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરી

ગાંધીનગર, 07 ઓગષ્ટ: Export of dragon fruit: ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી એવા ‘ડ્રેગન ફ્રૂટ’ની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે.  આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે.

લંડન નિકાસ થયેલા વિદેશી ફ્ટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ભરૂચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરી હતી. બહેરિનમાં નિકાસ થયેલા ડ્રેગન ફ્રૂટ(Export of dragon fruit)નો જથ્થો પશ્ચિમ મિદનાપોર (પશ્ચિમ બંગાળ)માં ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને કોલકાતામાં એપીઇડીએ રજિસ્ટર્ડ કંપનીએ એની નિકાસ કરી હતી.

આ પણ વાંચોઃ Sawan Month: 9 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો રહેશે, આ મહિનામાં શું કરવું અને શું નહીં? વાંચો વિગત

જૂન, 2021ની શરૂઆતમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના તડસર ગામના ખેડૂતો પાસેથી ડ્રેગન ફ્રૂટનો જથ્થો મળ્યો હતો, જેને એપીઇડીએની માન્યતા પ્રાપ્ત નિકાસકાર દ્વારા દુબઈમાં નિકાસ થઈ હતી.

ભારતમાં ડ્રેગન ફ્રૂટ(Export of dragon fruit)ના ઉત્પાદનનો પ્રારંભ 1990ના દાયકાની શરૂઆતમાં થયો હતો અને એનું વાવેતર ઘરના બગીચામાં થતું હતું. એની ઊંચી નિકાસ મૂલ્યને કારણે વિદેશી ડ્રેગન ફ્રૂટ દેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં અતિ લોકપ્રિય થયું છે અને વિવિધ રાજ્યોમાં ખેડૂતોએ એની ખેતી શરૂ કરી છે.

 ડ્રેગન ફ્રૂટની મુખ્ય ત્રણ જાત જેમાં ગુલાબી કવચ સાથે વ્હાઇટ ફ્લેશ હોય છે. ગુલાબી કવચ સાથે રેડ ફ્લેશ અને પીળા કવચ સાથે વ્હાઇટ ફ્લેશ. જોકે ઉપભોક્તાઓ રેડ અને વ્હાઇટ ફ્લેશને વધારે પસંદ કરે છે. અત્યારે ડ્રેગન ફ્રૂટનું વાવેતર મુખ્યત્વે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, આંધ્રપ્રદેશ અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં થાય છે. પશ્ચિમ બંગાળ આ વિદેશી ફ્ટની ખેતીમાં નવું સામેલ થયેલું રાજ્ય છે.

આ પણ વાંચોઃ House in this village of italy for only 90 rupees: આ દેશમાં ફક્ત 90 રુપિયા ખરીદી શકો છો ઘર, પણ આ છે શરત

ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાાનિક નામ હાયલોસેરેયસ અનડેટસ છે, (Export of dragon fruit) જેની ખેતી મલેશિયા, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, અમેરિકા અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે તથા આ દેશો ભારતીય ડ્રેગન ફ્ટના મુખ્ય હરિફો છે. ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ઓછા પાણીની જરૂર છે અને વિવિધ પ્રકારની જમીનમાં એની ખેતી થઈ શકે છે. ફ્ટમાં રેષા, વિવિધ વિટામિન, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે.

આ ઓક્સિડેટિવ તણાવને કારણે નુકસાન થતા કોષને સુધારવામાં અને દહન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે તથા પાચન વ્યવસ્થા પણ સુધારે છે. ફ્રૂટની પાંદડીઓ અને ડાળીઓ કમળ જેવી હોવાથી એને કમલમ પણ કહેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ, 2020માં ઓલ ઇન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના રણ વિસ્તાર કચ્છમાં ડ્રેગન ફ્રૂટ(Export of dragon fruit)ની ખેતી વિશે ઉલ્લેખ કર્યો હતો. એપીઇડીએ ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળે એ માટે યુરોપના અન્ય દેશોમાં પણ એની નિકાસ કરવા પ્રયાસ કરે છે.

આ પણ વાંચોઃ kiara advani special friend: કિયારા અડવાણીએ આ બોલિવુડ અભિનેતાને ગણાવ્યો પોતાનો ખાસ મિત્ર- વાંચો વિગત

એપીઇડીએ માળખાગત વિકાસ, (Export of dragon fruit) ગુણવત્તાયુક્ત વિકાસ અને બજાર વિકાસ જેવા વિવિધ ઘટકો અંતર્ગત નિકાસકારોને સહાય પ્રદાન કરીને કૃષિલક્ષી અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત વાણિજ્ય વિભાગ વેપારી માળખું, બજારની સુલભતા માટેની પહેલ વગેરે જેવી વિવિધ યોજનાઓ મારફતે નિકાસને વેગ આપે છે.

Whatsapp Join Banner Guj