orchid carnival welcome

The Summer Carnival: ઉદ્યોગ ક્ષેત્રમાં નવુ સાહસ કરતી મહિલાઓને પ્લેટફોમ આપવા ધ સમર કાર્નિવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

The Summer Carnival: મહિલાઓના ટેલેન્ટને સ્ટેજ અને બાળકોની મજા આવે તેવો કાર્યક્રમ ધ સમર કાર્નિવલ યોજાયો

અમદાવાદ, 02 મેઃ The Summer Carnival: કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પાસે કોઇને કોઇ આવડત રહેલી હોય છે. પરંતુ આ બાબતે મહિલાઓની સ્થિતિ થોડી અલગ છે. ઘણી મહિલાઓ ઓફિસ જઇને નોકરી કરી શકે છે, તો ઘણી મહિલાઓ બિઝનેસ કરે છે. તો એવી પણ મહિલાઓ છે, જેની પાસે આવડત અને ભણતર હોવા છંતા પરિવારને સમય આપવા અને બાળકોને સાચવવા માટે થઇ પોતાના શોખને ભુલી જાય છે. આવી જ મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવોનો પ્રયાસ અમદાવાદ શહેર ખાતે એપલવુડ ટાઉનશીપમાં આવેલી ઓર્ચિડ હાઇટ્સ સોસાયટી દ્વારા ધ સમર કાર્નિવલ નામના બે દિવસીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગ ક્ષેત્રમાં નવુ સાહસ કરતી મહિલાઓને પ્લેટફોમ આપવા ધ સમર કાર્નિવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેશન ગાર્મેન્ટ, આર્ટ, ઇમિટેશન જ્વેલરી, એજ્યુકેશન, વેલ્થ એડવાઇઝરી, ફૂડ સ્ટોલ, સ્નેક્સ, હેન્ડ મેઇડ પ્રોડક્ટ, ગેમ્સ અને હોમ ડેકોરને લગતી વિવધ વસ્તુઓના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા હતા.

ઓર્ચિડ હાઇટ્સ સોસાયટીના સેક્રેટરી શાલુ દોશીએ આ કાર્યક્રમ વિશે વાત કરતા જણાવ્યું કે, અમારી સોસાયટીમાં ઘણી બધી ટેલેન્ટ્ડ મહિલાઓ છે, તેમને ધ્યાનમાં રાખીને અમે એક સમર કાર્નિવલનું આયોજન કર્યું હતું. જેની તૈયારી અમે છેલ્લા એક મહિનાથી કરી રહ્યાં હતા. સ્ટોલ રાખવા ઇચ્છુક મહિલાઓએ પોતાના નામ રજીસ્ટર કરાવી લીધા હતા. જે તે મહિલા જે વસ્તુમાં માસ્ટર છે, તેણે તેનો સ્ટોલ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ પણ પાર્ટ લીધો હતો. બચ્ચા પાર્ટીએ ડેકોરેશનમાં ઘણી મદદ કરી હતી.

વધુમાં શાલુ દોશીએ જણાવ્યું કે, અમે ધાર્યુ તેના કરતા વધુ સફળ રહ્યું. હાલ આ કાર્નિવલમાં સ્ટોલ રાખવાની પરવાનગી ફક્ત સોસાયટીની મહિલાઓને જ હતી, પરંતુ શોપિંગ કરવા અને જોવા માટે બહારથી લોકો આવ્યા હતા. તેમનો રિસ્પોન્સ બહુ પોઝિટીવ અને મોર્ટિવેશ આપે તેવો હતો. સારી વાત એ પણ રહી કે દરેક વયની મહિલાઓ પોતોનો હુનર અહીં રજૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ Man will marry 2 women: એક જ યુવકના બે યુવતીઓ સાથે એક જ મંડમમાં લગ્ન કરશે- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Section 144 imposed in Noida: વધતા કોરોના કેસના કારણે અહીં 31મી મે સુધી કલમ 144 લાગુ, માસ્ક પહેરવુ ફરજીયાત

Gujarati banner 01