bldg open office paula wilson shopify 635x357 1

ગુજરાતના આ શહેરમાં હજારો આઈટી કંપની ઊભી થઇ, જાણો વિગત

bldg open office paula wilson shopify 635x357 1

મુંબઇ,04 જાન્યુઆરીઃ અત્યાર સુધી IT ક્ષેત્રમાં પુનાનું એકચક્રી શાસન હતું. પરંતુ એ માન હવે ગુજરાતની ડાયમંડ સીટી સુરતને મળી રહયું છે. ખાસ કરી ને લોકડાઉન બાદ પણ સુરતનો ડંકો વાગ્યો છે. 2 વર્ષમાં જ 1600 IT કંપની ખુલી ગઈ છે. આથી એને એક સંગઠનનું રૂપ આપવા માટે, હીરા બુર્સ જેવું IT હબ બનાવવા એસોસીએશન બન્યું છે. ચેમ્બરે પ્રથમ વખત આઈટી કમિટીની રચના કરી, દક્ષિણ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી સોસાયટી સ્થપવા જઈ રહી છે.

ગુજરાતનું સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ બાદ આઇ.ટી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 1600 આઇ.ટી.કંપનીઓ કાર્યરત થઇ, જેમાં 16 હજારથી પણ વધુ કર્મચારીઓને રોજગાર મળ્યો છે. 2019માં આ શહેરમાંથી અંદાજે 4 હજારથી વધારે એપ્લિકેશન બનાવીને ઓનલાઇન પ્લેટફોર્મ પર મુકવામાં આવી હતી.

whatsapp banner 1

સૌથી વધુ વધારે સુરત શહેરના એપ્લિકેશન વરાછા વિસ્તારમાં બની રહી છે. સુરતમાં આઉટ સોર્સિંગનું કામ મોટા પ્રમાણમાં કરતી કંપનીઓ છે. જેમાં ખાસ કરીને બેંકના સોફ્ટવેર મેકિંગ, ફુડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેર માટેના કામ સુરતમાં થાય છે. એક અંદાજ પ્રમાણે સુરતમાં આઉટ સોર્સિંગનું કામ 4 હજાર કરોડનું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી બીએસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ, એમસીએ, કોમ્પ્યુટર સાયન્સ સહિતના વિવિધ કોર્સ કરીને દર વર્ષે અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓ બહાર નિકળે છે.

આ પણ વાંચો…

નવો કોરોના વાયરસ ચેપી છે પણ જીવલેણ નથી: બ્રિટનના આરોગ્ય વિભાગનો દાવો