Drugs

Trying to smuggle drugs into Gujarat: દિવાળીના તહેવારોનો લાભ ઉઠાવી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન ફરી એકવાર નિષ્ફળ

Trying to smuggle drugs into Gujarat: પોલીસે 59 ગ્રામ ડ્રગ્સ અને એક ફોર વ્હીલર મળી કુલ રૂ.66.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો

સુરત, 25 ઓક્ટોબર: Trying to smuggle drugs into Gujarat: SOG પોલીસે મુંબઈથી સુરત લાવવામાં આવતા નશીલા પદાર્થના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે 59 ગ્રામ ડ્રગ્સ અને એક ફોર વ્હીલર મળી કુલ રૂ.66.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન જેમને ઝડપ્યા છે તેમાંથી અઝહરુદ્દીન ઉર્ફે કેલા હસનુદ્દીન શેખ, મોહમ્મદ રીવાન ઉર્ફે સ્માર્ટી, મોહમ્મદ હિંદ મોહંમદ આરીફ શેખ અને ઇમરોઝ શેખ હોવાનું  તપાસમાં સામે આવ્યું છે. 

 સુરત પોલીસે ડ્રગ્સ ડીલરો સામે સતત કડક કાર્યવાહી કરતી આવી છે. ત્યારે આ ડીલરો સામે ફરી એકવાર લાલ આંખ કરી છે. દિવાળીના તહેવારમાં ડ્રગ્સની હેરાફેરી જોવા મળી રહી છે ત્યારે આ બદી સામે પોલીસ પણ તહેવારોમાં સાવધ બની છે. ખાસ કરીને અત્યારે ડ્રગ્સ ઉંચાભાવ હોવાથી શહેરોમાં ઓછા જથ્થા સાથે ઘુસાડવામાં આવી રહ્યું છે.

સુરત પોલીસને અન્ય રાજ્યોમાંથી સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનો વિશે બાતમી મળી હતી. ત્યાર બાદ  બાજ નજર રાખવા અને વોચ રાખવા કડક સૂચના સ્ટાફને અધિકારીઓ તરફથી અપાઈ હતી.આ દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત કોટ વિસ્તારમાં રહેતા ચાર શખ્સો મહારાષ્ટ્ર-મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો વેપાર કરે છે અને તેઓ મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદવા મુંબઈ ગયા હતા અને આ ડ્રગ્સ સુરત લાવી રહ્યા હતા.

આ બાતમીના આધારે વોચ ગોઠવી કારમાંથી રૂ. 59 લાખની કિંમતનો 590 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂ.66.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ પણ વાંચો..WhatsApp server down: દોઢ કલાક પછી ચાલુ થયુ વોટ્સએપ, જાણો શું હતું કારણ…

Gujarati banner 01