Uchcha river in sankheda

Uchcha river in sankheda: 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો

Uchcha river in sankheda: સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી

સંખેડા, 11 જુલાઇઃ Uchcha river in sankheda: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળાં, કોતરો છલકાતાં અનેક ગામો સંપર્કવિહોણાં બન્યાં હતાં. તો નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. સંખેડા તાલુકામાં આવેલી ઉચ્છ નદીમાં વરસાદનું પાણી આવતાં જ બે કાંઠે આવી ગઇ હતી.

ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ આજે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં દેખાય છે કે માત્ર 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો હતો.

ઉપરવાસના વરસાદના કારણે પાણી કાંઠા વિસ્તારમાં આવેલાં પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં. જોકે SDRFની ટીમ દ્વારા મોડી રાત સુધી વિસ્તારના લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Precautions to take while eating out during monsoon:ચોમાસા દરમિયાન બહાર જમતી વખતે આ બાબતનું રાખો ખાસ ધ્યાન

આ પણ વાંચોઃ Aishwarya become new daya bhabhi: દયાભાભીના રોલ માટે હવે આ એક્ટ્રેસનું નામ આગળ, મેકર્સ પર્ફોર્મન્સથી ખુશ

Gujarati banner 01