surat rain

Gujarat rain latest Update: ગુજરાતમાં 6 શહેરો હજી પણ રેડ એલર્ટ પર,છેલ્લા 24 કલાકમાં 7 માનવ મૃત્યુ સહિત 63 મોત- ભાજપે હેલ્પલાઈન શરૂ કરી

Gujarat rain latest Update: 1 જૂન થી 9 જૂલાઇ સુધી 18 મકાનો નુક્સાન પામ્યા, છેલ્લા 24 કલાકમાં 7 મકાન નુક્સાન પામ્યાં છે. આણંદમાં 17, બોડેલીમાં 175 લોકો સહિત 508 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા છે

ગાંધીનગર, 11 જુલાઇઃ Gujarat rain latest Update: ગુજરાતમાં વરસાદે તોબા પોકારી છે. લગભગ અડધા ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. ભારે વહેણને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. હજી પાંચ દિવસ મેઘરાજા ધમરોળશે. ત્યારે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ, રાજ્યમાં વરસાદી સિઝનમાં 52 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં વીજળી પડવાના કારણે 32 લોકોનાં મૃત્યુ છે, તો તણાવાથી અને ડૂબી જવાથી 20 લોકોનાં મૃત્યુ થયા છે. ભારે વરસાદના કારણે 7 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 272 પશુઓનાં પણ મોત થયા છે.

પીએમ મોદી બાદ અમિત શાહે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરીને ગુજરાતની પૂરની સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે આ અંગે ટ્વિટ કરી કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી સાથે વાત કરી અને મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. ગુજરાત પ્રશાસન, SDRF અને NDRF અસરગ્રસ્ત લોકો સુધી ઝડપી મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચોઃ Uchcha river in sankheda: 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈ ઉચ્છ નદીમાં તણાવા લાગ્યો

મહેસૂલ મંત્રીએ લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા કહ્યુ કે, સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે. ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ છે. હાલ ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. તંત્રએ ઝડપી કામગીરી કરી છે. 10674 સ્થળાંતર કરેલા લોકોમાંથી 3 હજાર લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે. બાકીના લોકો ઘરે સહી સલામત પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 7 માનવ મૃત્યુ સહિત 63 મોત થયા છે. 1 જૂન થી 9 જૂલાઇ સુધી 18 મકાનો નુક્સાન પામ્યા, છેલ્લા 24 કલાકમાં 7 મકાન નુક્સાન પામ્યાં છે. આણંદમાં 17, બોડેલીમાં 175 લોકો સહિત 508 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યુ કરાયાં છે. ગુજરાતમાં SDRF ની કુલ 18 પ્લાટુન અને NDRF ની 18 પ્લાટુન ડિપ્લોય કરાઈ છે. આ ઉપરાંત દરેક પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં જવા સૂચના આપી છે. જ્યાં ભારે વરસાદ છે ત્યાં રૂબરૂ મુલાકાત લે તેની સૂચના આપી છે. 

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં ભાજપ મદદ કરશે. આ માટે ગુજરાત ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પૂર જેવી સ્થિતિમાં 24 કલાક લોકો સંપર્રક કરી શકશે. 79232 76944 સહિત 4 નંબર ભાજપે જાહેર કર્યાં છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ મુદ્દે સીઆર પાટીલે બેઠક પણ યોજી છે. તેમણે તમામ નેતાઓને અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, લોકોની મદદ માટે ફિલ્ડમાં કાર્યરત રહે. મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરો. જરૂર લાગે તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરે. ભાજપાના મહામંત્રીઑ, જિલ્લા પ્રમુખ, mp, mla, અને ભાજપના પદાધિકારી ,આગેવાનો સહિત 400 ઉપરાંત અગ્રણીઓ સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક લઈ તમામ સાથે પ્રવતમાન વરસાદ પરિસ્થિતિની ચર્ચા કરી માહિતીનો તાગ મેળવ્યો અને ફૂડ પેકેટ તેમજ અન્ય સહાય અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે એક એક કરી તમામ જિલ્લાઓમાં અપીલ કરી છે. 

આ પણ વાંચોઃ Precautions to take while eating out during monsoon:ચોમાસા દરમિયાન બહાર જમતી વખતે આ બાબતનું રાખો ખાસ ધ્યાન

Gujarati banner 01