Welcome to Hardik Patel in BJP

Welcome to Hardik Patel in BJP: હાર્દિકે સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન પટેલે ટોપી પહેરાવી

Welcome to Hardik Patel in BJP: કોંગ્રેસમાં જનહિત માટે જોડાયો હતો અને અનુભવ પરથી ખ્યાલ આવ્યો

ગાંધીનગર, 02 જૂનઃ Welcome to Hardik Patel in BJP: હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું તે દિવસથી હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોળશે તેની અટકળો લાગી રહી હતી અને આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરવાની સાથે જ ભાજપમાં વિધિવત જોડાઈ ગયા હતા. ઘણા સમયથી એવી અટકળો લાગી રહી હતી કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ થયો હતો.

આજે સવારે હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. હું નાનો સિપાહી બનીને કાર્ય કરીશ.

આ પણ વાંચોઃ Hindu bank employee killed in Kashmir: કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીની હત્યા, આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળી મારી હત્યા કરી

28 વર્ષીય હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલશે અને ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલનો કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો આવનારી ચૂંટણીનું પરિણામ જ નક્કી કરશે.

આજે હાર્દિક પટેલ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને તેની સાથે પોતાના 300 સમર્થકો સાથે હતા. કમલમમાં સી આર પાટીલ દ્વારા કેસરિયો ખેસ પહેરાવ્યો અને નીતિન પટેલ દ્વારા ટોપી પહેરવામાં આવી હતી. હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરીને પ્રેસમાં કહ્યું કે કોંગ્રેસમાં જનહિત માટે જોડાયો હતો અને અનુભવ પરથી ખ્યાલ આવ્યો. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ RBI may tweak loan holders: RBI આપી શકે છે લોન ધારકોને ઝટકો, લોકો ઉપર EMIના બોઝ હજી વધી શકે

Gujarati banner 01