zoom app update how to update zoom app on latop mobile and mac 5f506d4ac95f0 1599106378

મેક માટે ઝૂમએ ન્યૂ વર્ઝન લૉન્ચ કર્યું,જેમાં પર્સનલ કૉલની સુવિધા ઉપલબ્ધ

zoom app update how to update zoom app on latop mobile and mac 5f506d4ac95f0 1599106378

ટેક ડેસ્ક, 22 ડિસેમ્બરઃ વિશ્વભરમાં મહામારીનો સમય ચાલી રહ્યો છે. તેવામાં બાળકોનું ભણવાનું તથા ઓફિસની મિટિંગ પણ વીડિયો એપ દ્વારા જ થાય છે. લોકડાઉનના સમયમાં ઝુમ કોલની સુવિધાથી વંચિત રહેલા મેક યુઝર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. વીડિયો કોન્ફ્રેન્સિંગ એપલિકેશન ઝુમે એપલના નવા એમ1 મેક માટે તેનો નેટીવ વર્ઝન લોન્ચ કર્યુ છે. ઝુમ હજુ સુધી મેક અને મેકબુકમાં પરોક્ષ રીતે જ હાજર હતુ. પરંતુ સોમવારથી નવા નેટિવ વર્ઝનથી ઝુમ એપલના તમામ ન્યુ જનરેશન કમ્પ્યુટર્સ અને મેક બુકમાં અવેલેબલ હશે.

whatsapp banner 1

આ એપ ઝડપથી કામ કરશે, પરંતુ આ એપના કારણે x86નો સ્લો ફોર્મ એમ1 મેકને કેટલી અસર કરશે આ વાતની ચોખવટ કંપની દ્વારા કરવામાં આવી નથી. આ નેટીવ વર્ઝનનો ફાયદો એ છે કે આનાથી પાવર યુસેઝ ઓછું થઈ જશે. આ નવા વર્ઝનથી માત્ર કોન્ફ્રન્સ કોલ જ નહીં પરંતુ કોન્ટેક્ટ ઈન્ટિગ્રેશનની મદદથી કોલ પણ કરી શકાશે. અને ઝુમ ફોન પ્રો લાઈસેન્સથી મેસેજ પણ કરી શકાશે.