GT will celebrate the victory road show

GT will celebrate the victory road show: વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સનો અહીં ડબલડેકર બસમાં રોડ શો દ્વારા જીતની ભવ્ય ઉજવણી કરશે

GT will celebrate the victory road show: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 30 મેઃGT will celebrate the victory road show: ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થશે. IPL-2022ના કપની વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સનો અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટના છેડે ડબલડેકર બસમાં રોડ શો કરી જીતની ભવ્ય ઉજવણી કરશે. આ રોડ શોનું આયોજન ટીમના ખેલાડીઓની મંજૂરી બાદ કરવામાં આવ્યું છે. 

GT ટીમનો આજે સાંજે 5.00 વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી આ રોડ શો યોજાશે. ગુજરાત ટાઈટન્સના તમામ સભ્યો આ અભિવાદન સામારોહમાં જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે.

અમદાવાદમાં રવિવારે આઇપીએલ 2022ની ફાઇનલ મેચ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ જેમાં ગુજરાત ટાઈટન્સની ભવ્ય જીત થઈ હતી. આ જીતની ઉજવણી ભવ્ય રોડ શો કરી કરવામાં આવે તેવી ગુજરાત ટાઈટન્સના ટીમ મેનેજમેન્ટના કેટલાક સભ્યોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. જે મુદ્દે તત્કાળ આ આયોજન થઈ રહ્યાનું જાણવા મળ્યું હતું. 

આ પણ વાંચોઃ Ink attack on Rakesh tikait: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક, ટિકૈત પર શાહી ફેંકવામાં આવી-જુઓ થયેલો વાયરલો ફોટો

જીતની ઉજવણી શહેરીજનો સાથે કરવા માટે આજે સાંજે આશ્રમ રોડ પાસેના રિવરફ્રન્ટ પર રોડ શો યોજશે. મળતા અહેવાલ અનુસાર ટાઈટન્સ વિનિંગ ટાઈટલ સાથે અમદાવાદની શાનસમા રિવરફ્રન્ટ પર પણ અભિવાદન જીલશે. વાડજ રિવરફ્રન્ટથી લઈને એલિસબ્રિજ સુધીના રિવરફ્રન્ટ પર આ રોડ શો યોજાઈ શકે છે.

ગુજરાત ટાઈટન્સે પોલીસ કમિશનર કચેરીના સ્પેશયલ બ્રાન્ચ પાસે મંજૂરી માંગી છે. આ મંજૂરી મળી જશે તેમ જાણવા મળ્યું છે. ડબલડેકર બસમાં રોડ શો કરવા માટે ખેલાડીઓ પણ તૈયાર થઈ ગયા છે. આ રોડ શોમાં રાજકીય નેતાઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રોડ શો માટે સાંજનો સમય નક્કી કરાયો છે. સ્પેશ્યલ બ્રાન્ચ તરફથી સુરક્ષાના મુદ્દા અંગે તપાસ થઈ જેમાં કોઈ અડચણ ના હોવાથી રોડ શોને મંજૂરી આપી દેવાય તેવી શક્યતાઓ છે.

શહેર પોલીસે આ મામલે બંદોબસ્ટની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ,  ટ્રાફિક જેસીપી (એડી.સીપી) મયંકસિંહ ચાવડા અને ક્રાઇમબ્રાન્ચના જેસીપી (એડી.સીપી) પ્રેમવીરસિંગએ આ મુદ્દે ચર્ચા કરી બંદોબસ્તની તૈયારીઓ શરૂ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ lal singh chaddha trailer: આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રીલિઝ, ઘણા લોકોએ પ્રસંશા કરી તો અમુકે નિંદા- જુઓ ટ્રેલર

Gujarati banner 01