Mango 1

Damage to mango and tomato crops: ખેડૂતોની દશા માઠી, કેરી અને ટામેટાના પાકને ભારે નુકસાન થયું !

Damage to mango and tomato crops: કેરીનું સૌથી મોટુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશમાં કેટલાય વર્ષો બાદ સૌથી વધારે ઉત્પાદન થયું

બિઝનેસ ડેસ્ક, 30 મેઃ Damage to mango and tomato crops: આ વર્ષે દેશમાં ભીષણ ગરમીના કારણે ટામેટા અને કેરીનું ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશના કેટલાય ભાગોમાં કેરીના ભાવ 100 રૂપિયા કિલોથી પણ વધારે છે. જ્યારે અમુક ભાગમાં ટામેટાની કિંમત પણ 100-120 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. 

કેરીનું સૌથી મોટુ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશમાં કેટલાય વર્ષો બાદ સૌથી વધારે ઉત્પાદન થયું છે. અહીં 80 ટકાથી વધારે પાક લૂના કારણે ખરાબ થઈ ગયો છે. ભારતમાં કુલ ઉત્પાદનમાં યુપીનો 23.47 ટકા ભાગ છે. એક બાજૂ ધરેલુ કિંમતો વધી છે, તો બીજી બાજૂ ઓછા ઉત્પાદનના કારણે ભારતની નિકાસ પર પણ અસર થઈ છે. 

આ પણ વાંચોઃ PGVCL Junior Assistant Exam Paper Leaked: રાજ્યમાં વધુ એક પેપરલીક, PGVCL જુનિયર આસિસ્ટન્ટ પરીક્ષામાં સીલ તૂટેલા નીકળ્યા- વાંચો શું છે મામલો?

ગરમી અને કીડાના કારણે પાક ખરાબ થયો

આ વર્ષે ભીષણ ગરમીએ કેરી અને ટામેટાના ઉત્પાદનમાં ખરાબ અસર ઉપજાવી છે. વેજિટેબલ ગ્રોઅર્સ એસોસિએશન ઓફ ઈંડિ્યાના અધ્યક્ષ શ્રીરામ ગઢવેના જણાવ્યા અનુસાર, ગરમીના કારણે ટામેટાના ફુલ સુકાઈ ગયા છે. જેની અસર ઉત્પાદન પર પડી છે. તેમણે એવું પણ કહ્યું કે, ક્લાઈમેટ કંડીશનમાં ફેરફારના કારણે ટામેટાના પાકમાં કીડાએ હુમલો કરી દીધો છે. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં પહેલા 10 ટન ટામેટાનું ઉત્પાદન થતું હતું, ત્યાં હવે ફક્ત 3 ટન ટામેટાનું જ ઉત્પાદન થયું છે. 

ખેડૂતોને થયું ભારે નુકસાન

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કેરીના ફુલો પર પણ લુની માઠી અસર વર્તાઈ છે. મેંગ્રો ગ્રોઅર્સ એસોસિએશન ઓફ ઈંડિયાના અધ્યક્ષ એસ.ઈંસરામ અલીએ કહ્યું કે, કેરી 27 ડિગ્રી સેલ્સિયસ પર સૌથી સારી વધે છે. અને આ વર્ષની શરૂઆતમાં જ તાપમાન ખૂબ વધારે હતું. તેમણે કહ્યું કે, ઉત્પાદનમાં ઘટાડાના કારણએ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Singer sidhu moose wala death: પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા

Gujarati banner 01