970198 ind v pak afp

ICC T20 World Cup 2021માટે ભારત આવશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ, ક્રિકેટર્સને મળશે વિઝા

સ્પોર્ટ્સ ડેસ્ક, 17 એપ્રિલઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે લોકો ક્રિકેટ જોવાના શોખીન છે તેમના માટે મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભારતમાં આગમનનો માર્ગ હવે સ્પષ્ટ થઈ રહ્યો છે. પાકિસ્તાનના ક્રિકેટરોને ભારતમાં ઓક્ટોબરમાં યોજાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે વિઝા મળશે. સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ બોર્ડ સચિવ જય શાહ દ્વારા બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલને આ માહિતી આપવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

જય શાહે શુક્રવારે મળેલી મીટિંગમાં વીડિયો કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતું કે ટી​​20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) 9 સ્થળોએ યોજાશે અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ની મેચ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ , હૈદરાબાદ, ધર્મશાળા અને લખનઉમાં રમાશે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓના રાજ્યમાં પ્રવેશને અંગે મુખ્યમંત્રી(CM vijay rupani)એ જાહેર કર્યો મહત્વનો નિર્ણય