0c890432 d2aa 428c 8bdf 765a1c46fae0

કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રદ્ધાળુઓના રાજ્યમાં પ્રવેશને અંગે મુખ્યમંત્રી(CM vijay rupani)એ જાહેર કર્યો મહત્વનો નિર્ણય

  • કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં
  • તમામ લોકોના RTPCR ટેસ્ટ કરાશે
  • સંક્રમિત જણાયેલ લોકોને 14 દિવસ આઇઓલેશન માં રાખવામાં આવશે
  • તમામ જિલ્લા કલેકટરઓને આપ્યા આદેશ

ગાંધીનગર,17 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી(CM vijay rupani)એ જણાવ્યું છે કે,રાજયમા કોરોનાનું સંક્રમણ અટકે અને ઓછા લોકો સંક્રમિત થાય તે માટે સમગ્ર વહીવટીતંત્ર અસરકારક કામગીરી કરી રહ્યુ છે ત્યારે હાલ ચાલી રહેલા કુંભના મેળામાં ગયેલા ગુજરાતના તમામ શ્રધ્ધાળુઓ જ્યારે પરત ગુજરાત આવે ત્યારે તેમને તેમના ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં. મુખ્યમંત્રીએ(CM vijay rupani) આ સંદર્ભમાં સ્પષ્ટ પણે કહ્યું કે કુંભ ના મેળામા ગયેલા શ્રદ્ધાળુઓ જયારે ગુજરાત પરત ફરશે ત્યારે તે તમામ લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને ટેસ્ટીગ દરમિયાન કોઈ યાત્રિક સંક્રમિત હશે તો તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમા માં રાખી ને અલગ કરવામાં આવશે.

CM vijay rupani


મુખ્ય મંત્રીએ(CM vijay rupani) એમ પણ જણાવ્યું કે આવા યાત્રિકો સુપર સ્પ્રેડર ન બને તેની પણ તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી છે અને આ હેતુસર રાજ્યના તમામ જિલ્લા કલેકટરઓને આદેશ કરી દેવામાં આવ્યા છે કે તેમના જિલ્લા ના આવા કોઈ વ્યક્તિ કે યાત્રી કુંભના મેળામાંથી પરત આવે ત્યારે જે તે ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને તમામ યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જે નેગેટિવ હશે તેવા લોકોને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર સુનિશ્ચિત કરે.

ADVT Dental Titanium

SBIB STATION
At Sabarmati Station today ????

As per instructions issued by State Government
Train no.09032 Yoga Nagri Rishikesh -Ahmedabad
up stopped at Sabarmati station @ 16:19 Hrs on PF no 4
Rapid Antigen Test of all passengers for COVID-19 started by AMC staff at 16:25 hrs

આ પણ વાંચો….

હાર્દિક પટેલ(hardik patel)નું મોટુ નિવેદન, કહ્યું- જનતા માટે અમે સરકારની મદદ કરવા તૈયાર, વાંચો વધુમાં શું કહ્યું..