R ashwin 1

IPL 2021: પરિવારને કોરોના સામે લડતો જોઇને, વધુ એક ખેલાડીએ ટુર્નામેન્ટને કહ્યું- અલવિદા..!

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 એપ્રિલઃ કોરોનાના કારણે વિદેશની ફ્લાઇટ્સ બંધ થતા પહેલા જ રાજસ્થાન રોયલ્સના ચાર ખેલાડીઓ ભારત પાછા ફરી શક્યા નથી. નોંધનીય છે કે, આ ચારેય ખેલાડીઓએ અલગ અલગ કારણ આપ્યા છે. હવે કોરોનાના કારણે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન આઇપીએલ(IPL 2021) સીઝન 14માંથી હટી ગયા છે. આર અશ્વિને સોશિયલ મીડિયા પર જાણકારી આપી. તેણે ટ્વીટર પર લખ્યું કે હું કાલથી(મંગળવાર)થી આ વર્ષે આઇપીએલ(IPL 2021)થી બ્રેક લઇ રહ્યો છું. મારો પરિવાર કોવિડ-19 સામે લડી રહ્યો છું અને હું મુશ્કેલ સમયમાં એમની સાથે રહેવા માંગુ છું. જો બધું યોગ્ય રહ્યું તો ફરી આવવાની આશા રાખું છું.

સનરાઇઝર્સ હૈદરાબાદ(IPL 2021) વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા પછી આર અશ્વિને આ ટ્વીટ કર્યું. દિલ્હી કેપિટલ્સે હવે પોતાની બીજી મેચ 27 એપ્રિલના રોજ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વિરુદ્ધ રમવાની છે અને ટિમ અશ્વિન વગર મેદાનમાં ઉતરશે. હૈદરાબાદ પર જીત નોંધાવી દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.

Whatsapp Join Banner Guj

દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 4 વિકેટ પર 159 રન કર્યા હતા, જવાબમાં હૈદરાબાદે પણ સાત વિકેટ પર એટલા રન બનાવી લીધા. ત્યાર પછી સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે મેચ જીતી લીધી. જો કે આ મેચમાં આર અશ્વિનને એક પણ સફળતા મળી નહિ. અશ્વિને 4 ઓવરમાં 27 રન આપ્યા. ત્યાં જ દિલ્હી કેપિટલ્સ માટે ગઈ 5 મેચમાં તેઓ માત્ર એક વિકેટ લઇ શક્યા. ચાર મેચમાં તેઓ ખાલી હાથ રહ્યા.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમોનો ચુસ્તપણે અમલ- રાત્રી કરફ્યુમાં સ્ટીકર(sticker in night curfew) નહીં હોય તો બહાર નહીં નીકળી શકાય- વાંચો વિગતે અહેવાલ