Sakshi Malik

Sakshi Malik Resign: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીને કહ્યું અલવિદા

Sakshi Malik Resign: સંન્યાસ લેવાની જાહેરાત કરતાં સાક્ષીની આંખમાં આસું આવી ગયા હતા

ખેલ ડેસ્ક, 21 ડિસેમ્બરઃ Sakshi Malik Resign: કુસ્તીના ક્ષેત્રમાં ભારતને મેડલ અપાવનાર મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સંન્યાસ લેવાની જાહેરાત કરતાં સાક્ષીની આંખમાં આસું આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રજભૂષણના સાથી કુસ્તી સંઘના પ્રેસિડન્ટ બનતાં સાક્ષી મલિકે આ મોટું પગલું ઉપાડ્યું છે.

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, તે ખરેખર દુઃખદ છે કે અમે લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ જીતી શક્યા નહીં. મને ખબર નથી કે ન્યાય કેવી રીતે પ્રાપ્ત થશે.

વિનેશ ફોગાટે આગણ કહ્યું કે, અમે ન્યાય માટે અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. હું યુવા ખેલાડીઓને અન્યાયનો સામનો કરવા તૈયાર રહેવા કહેવા માંગુ છું. કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.

જણાવી દઈએ કે, ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં સંજય સિંહ વિજયી થઈ નવા પ્રમુખ બન્યા છે. સંજય સિંહ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપા સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો… MY Bharat Portal: 26 લાખથી વધુ યુવાનોએ MY ભારત પોર્ટલ પર નોંધણી કરાવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો