Shami

Team India in World Cup Final: ભારત ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યુ

Team India in World Cup Final: આ જીત સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પાસેથી 2019 માન્ચેસ્ટરનો બદલો પણ લઈ લીધો

ખેલ ડેસ્ક, 15 નવેમ્બરઃ Team India in World Cup Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો થયો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે શાનદાર સ્ટાઈલમાં જીત મેળવી ફાઈનલની ટિકિટ મેળવી છે. 

મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 4 વિકેટ ગુમાવીને 397 રનનો મોટો સ્કોર બનાવ્યો. ટીમ તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 117 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા.

398 રનના ટાર્ગેટના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 327 રન જ બનાવી શકી અને 70 રનથી મેચ હારી ગઈ. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિશેલે 134 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને 69 રન અને ગ્લેન ફિલિપ્સે 41 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 7 વિકેટ ઝડપી હતી.

ભારતે લીધો 2019ની હારનો બદલો

આ જીત સાથે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ પાસેથી 2019 માન્ચેસ્ટરનો બદલો પણ લઈ લીધો છે. વાસ્તવમાં, વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કીવી ટીમ સામે હારી ગઈ હતી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં તે હારનો બદલો લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં રમાશે મહામુકાબલો

હવે ભારતીય ટીમ તેનો ત્રીજો વર્લ્ડ કપ ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ રમવાની છે. આ શાનદાર મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઇનલમાં ભારતનો મુકાબલો બીજી સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે થશે.

આ પણ વાંચો… PM Modi Security News: પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, જાણો શું છે સમગ્ર મામલો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો