શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રકલ્પરૂપ ‘અટલ સેવા શટલ’નું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ

વલસાડ,૨૫મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ ભારતના લોકલાડીલા મા. સ્વ. વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈની જન્મતિથિ નિમિત્તે ‘ગુડ ગવર્નન્સ ડે’ના ઉપલક્ષમાં જાણ કલ્યાણના નવતર પ્રકલ્પ ‘અટલ સેવા શટલ’નું ધરમપુર નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈના આશિષથી તેમના અંગત સચિવ તથા શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી આતમર્પિત નેમિજીએ વિડિયો કોન્ફરન્સીંગ દ્વારા ઉપસ્થિત થઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધરમપુરના માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના માનનીય કલેક્ટર શ્રી આર. આર. રાવલ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડ IAS શ્રીમતી અર્પિતા સાગર, વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જ્યોત્સ્નાબેન દેસાઈ, વલસાડના માનનીય નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. એ. રાજપૂત, ધરમપુરના પ્રાંતશ્રી કેતુલભાઈ ઈટાલિયા અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ ડો. બિજલબેન મહેતા તથા ડો. સંદીપભાઈ દડિયા વગેરે મહાનુભાવો પ્રત્યક્ષ ઉપસ્થિત હતા. કોટક મહિન્દ્રા બેન્કના જોઈન્ટ પ્રેસિડન્ટ અને CCO , CR CSR ના હેડ – શ્રી રોહિત રાવ, ડો. સુહાસ શાહ તથા શ્રી પ્રકાશ નાયક તેમ જ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટીઓ શ્રી વિજયભાઈ એમ. રૂપાણી અને શ્રી મહેશભાઈ ખોખાણી વર્ચ્યુલી ઉપસ્થિત હતા.  આ અવસરે માં. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, “શ્રીમદ્દ રાજચંદ્ર  મિશન ધરમ પુર અને પૂજ્ય  ગુરૂદેવશ્રી રાકેશભાઈ જે રીતે શ્રીમદ્દ રાજચંદ્રજીના સિદ્ધાંતોના આધાર પર છેવાડાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિની રખેવાળી, અને સર્વ જીવોને  સખી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તે માટે તેમને હું અભિનંદન આપું છું. ગામડાના અંતરિયાળવિસ્તારોમાં અટલ સેવા શટલ દ્વારા બહેનો અને બાળકોને કુપોષણમાંથી આપણે મુક્ત કરી શકીશુ તેની મને ખાતરી છે.” પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈના અંગત સચિવ તથા શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી આતમર્પિત નેમિજીએ આ પ્રસંગે કહ્યું કે,”ઈશ્વરકૃપાથી શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર તેના અનેક સામાજિક અભિયાનો દ્વારા લાખો જરૂરિયાતમંદ લોકોને highquality સારવાર આપી રહ્યું છે. આ સમાજસેવાની ગંગા ભેદભાવ કે અપેક્ષા વિના, પાછળ જોયા વિના આગળ ને આગળ વધતી રહે, વધુ ને વધુ લોકોને પ્રેમથી ભીંજવતી રહે તેવી પરમાત્માને પ્રાર્થના.” શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી શરુ થયેલ ‘અટલ સેવા શટલ’ આ એક એવો આરોગ્ય રથશટલ છે, જેમાં એક પ્રશિક્ષિત ડૉક્ટર અને ખાસ તાલીમ પામેલ નર્સિંગ સ્ટાફ રહેશે. તે સામાન્યપણે તેમ જ ગંભીરપણે કુપોષિત માતા-શિશુનું પરીક્ષણ કરવાના તમામ જરૂરી તબીબી ઉપકરણોથી સજ્જ છે. આ શટલનો ધરમપુર તાલુકાના તમામ ગામનો ગ્રામવારતારીખવાર માસિક નિર્ધારીત કાર્યક્રમ રહેશે, જેની જે તે ગામમાં અગાઉથી પ્રસિદ્ધિ કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ૫ વર્ષથી ઓછી ઉંમરના કુપોષિત બાળકો, ૧૮ વર્ષ સુધીના બાળકોના જન્મની ખામીઓ, વિલંબિત વિકાસ, રોગો તેમ જ કુપોષિત કિશોરીઓ અને ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી મહિલાઓનું પરીક્ષણ કરી પોશાક આહાર, જરૂરી દવાઓતથા સારવાર પૂરી પાડવાનો છે. ગંભીર સમસ્યા ધરાવતી ગર્ભવતી સ્ત્રીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં તેમ જ વધુ કુપોષણ ધરાવતાં શિશુઓને શ્રીમદ્દ રાજચંદનર ચાઈલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટરમાં મોકલવામાં આવશે. આમ સારવારનું એક સંપૂર્ણ વર્તુળ પૂરું કરી તેમની સ્વસ્થતા નિશ્ચિત કરવામાં આવશે. આ જ ઉદ્દેશ્યમાં આગળ વધતાં ધરમપુર તાલુકાના આશરે ૭૦૦ આરોગ્ય કર્મચારીઓ – ૩૫૦ આંગણવાડીના કાર્યકરો અને ૩૫૦ આશા કર્મચારીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા તાલીમ આપવામાં આવશે.  આ ઉપરાંત શટલમાં એક મહેસુલી તલાટીશ્રી અને ગ્રામસેવક પણ રહેશે, જે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ જેમ કે આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ, કુપોષણ નિવારણ, કિશોરી યોજનાઓ, દિવ્યાંગ સહાય, સામાજિક સુરક્ષા, કૃષિ વિષયક યોજનાઓની જાણકારી તેમ જ તેના ફોર્મ ભરવામાં મદદ કરશે. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિશ્વભરમાં મનુષ્યજાતિ, પ્રાણીજગત અને પર્યાવરણને શાતા અને સેવા પહોંચાડવા અનેક સમાજકલ્યાણ અભિયાનો કાર્યરત છે, જેના મહત્તમ પ્રયત્નો ધરમપુર અને કપરાડા તાલુકાની જરૂરિયાતમંદ પ્રજાનાં ઉત્કર્ષ માટે ચાલી રહ્યા છે. તેમાંની આરોગ્ય સેવા અંતર્ગત ધરમપુરમાં આવેલ અદ્યતન શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ, શ્રીમદ્દ રાજચંદ્ર વિકલાંગ સેન્ટર, શ્રીમદ્દ રાજચંદ્ર મોબાઈલ મેડિકલ કેર, શ્રીમદ્દ રાજચંદ્ર મોબાઈલ ડેન્ટલ ક્લિનિક, કિશોરીઓમાં જાગૃતિ લાવવા સ્વાસ્થ્ય શિક્ષણ, અવારનવાર યોજાતા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ વગેરે દ્વારા લાખો જરૂરિયાતમંદ લોકોને ગુણવત્તાભરી નિઃશુલ્ક સારવાર મળી રહી છે. વિશેષપણે અદ્યતન શ્રીમદ્દ રાજચંદ્ર નીઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, ગુજરાત સરકાર દ્વારા મોડેલ સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત શ્રીમદ્દ રાજચંદ્ર ડિસ્ટ્રિક્ટ રળી ઇન્ટરવેનશન સેન્ટર અને શ્રીમદ્દ રાજચંદ્ર નીઓનેટલ એમ્બ્યુલન્સની ઉત્તમ કામગીરીથી તેઓ આ વિસ્તારમાં શિશુ મૃત્યુ ડરને નીચો લાવવામાં સફળ કહ્યા છે, જેની સરાહના રાજ્ય, રાષ્ટ્રીય, તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવી છે. આમ જનસેવાનો બહોળો અને સફળ અનુભવ ધરાવતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરામપુરને ગુજરાત સરકારે અનેક સમાજકલ્યાણ યોજનાઓમાં સહભાગી બનવા નિમંત્ર્યા છે જેનો પ્રતિસાદ આપતાં મિશને પણ હંમેશા ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે. આમ આદિજાતિ પ્રજાજનો માટે આશિરવાદરૂપ ‘અટલ સેવા શટલ’ અભિયાનમાં સહભાગી બની શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરે ફરી એક વાર લોકોની નિષ્કામ સેવા દ્વારા તેઓના જીવનમાં આનંદનો આવિર્ભાવ કરાવવાની પોતાની કટિબદ્ધતામાં ઉમેરો કર્યો છે! આ પણ વાંચો…. 28 ડિસેમ્બરથી ગુજરાત સહિતના ચાર રાજ્યમાં … Read More