green card

2.80 lakh Green Card Issue: ૩૦મી સપ્ટેમ્બર પહેલાં ૨.૮૦ લાખ ગ્રીનકાર્ડ ઈન્યૂ કરવાનો બાઇડને આપ્યો આદેશ- વાંચો શું છે કારણ?

2.80 lakh Green Card Issue: અમેરિકન ઈમિગ્રેશન એજન્સી પાસે એપ્રિલ માસમાં ઈન્ટરવ્યૂ માટે ૪.૨૧ લાખ અરજીઓ પેન્ડિંગ હતી, નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં આ પેન્ડિંગ અરજીઓનો નિકાલ જરૂરી

નવી દિલ્હી, 16 જુલાઇઃ2.80 lakh Green Card Issue: અમેરિકાના પ્રમુખ જો બાઈડને માર્ચ મહિનામાં ઈમિગ્રેશન એજન્સીને ગ્રીનકાર્ડને લગતી તમામ અરજીઓનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. લગભગ ૨.૮૦ લાખ અરજીઓ પેન્ડિંગ છે. મહામારીના કારણે રોજગાર આધારિત ગ્રીનકાર્ડની અસંખ્ય અરજીઓનો નિકાલ થયો ન હતો, હવે એ અરજીઓનો નિકાલ કરવાનું ભારણ વધ્યું છે.


અમેરિકન ઈમિગ્રેશન એજન્સી પાસે એપ્રિલ માસમાં ઈન્ટરવ્યૂ માટે ૪.૨૧ લાખ અરજીઓ પેન્ડિંગ હતી. એમાંથી છેલ્લા તબક્કામાં પહોંચી ગયેલી ૨.૮૦ લાખ જેટલી અરજીઓ ઈશ્યૂ કરવાની બાકી છે. ૩૦મી સપ્ટેમ્બર પહેલાં આ અરજીઓનો નિકાલ કરવાનો પડકાર સર્જાયો છે.

આ પણ વાંચોઃ Gujarat rainfall forecast: અમદાવાદ સહિત ગુજરાતના આ વિસ્તારો માટે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

અત્યારે અમેરિકન ઈમિગ્રેશન સર્વિસ એજન્સી ગત વર્ષે સપ્તાહમાં જેટલી અરજીનો નિકાલ કરતી હતી એનાથી બમણી અરજીઓનો નિકાલ કરી રહી છે. મે-૨૦૨૨માં અમેરિકન એજન્સીઓએ ૧.૪૯ લાખ વિઝાની અરજી પર કામ કર્યું હતું.


અમેરિકાના આંકડાં પ્રમાણે લગભગ ૧૪ લાખ વિદેશી નાગરિકો અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. એમાંથી બહુ ઓછાને ગ્રીન કાર્ડ મળે છે. ૨૦૨૧માં અમેરિકાએ ૧.૮૦ લાખ ગ્રીન કાર્ડ આપ્યા હતા. ૨૦૨૨ પ્રમાણે ઈમિગ્રેશન એજન્સીમાં ગ્રીન કાર્ડ માટે સરેરાશ વેઈટિંગ ટાઈમ ત્રણ વર્ષનો છે. એટલે કે અરજી કર્યા પછી ત્રણ વર્ષે તે અરજીની પ્રક્રિયા શરૃ થાય છે.

આ પણ વાંચોઃ Increase in GST tax: જીએસટી ટેક્સ વધવાથી રોજીંદી જરુરીયાતની વસ્તુઓ થશે મોંઘી- વાંચો કઇ વસ્તુ પર કેટલો ચાર્જ લાગશે?

Gujarati banner 01