Bhagwat katha in ambaji

Bhagwat katha in ambaji: અંબાજી મંદિરના ચાચરચોકમાં લગભગ 25 વર્ષ બાદ ફરીએક વાર ભાગવત કથાનો પ્રારંભ

Bhagwat katha in ambaji: તમામ દાન ભેટ સોગાત અંબાજી મંદિરની ચાલી રહેલી સુવર્ણમય કામગીરી માટે જમા કરાવામાં આવશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 06 ફેબ્રુઆરી: Bhagwat katha in ambaji: યાત્રાધામ અંબાજી મંદિરના ચાચરચોકમાં લગભગ 25 વર્ષ બાદ ફરીએક વાર ભાગવત કથાનો પ્રારંભ થયો છે. અંબાજી મંદિર ના ચાચરચોક માં આજથી શરુ થયેલી શ્રીમદ્દ ભાગવત કથા 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેને લઈ આજે અંબાજીમાં 25 પોથીની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જે માર્બલ ઉદ્યોગપતિ જીતેન્દ્રભાઈ ત્રિવેદીના રહેણાંક થી નીકળી અંબાજી મંદિર ચાચરચોક પહોંચી હતી.

જ્યાં ભાગવત કથાની મુખ્ય પોથીને માં અંબાના નિજ મંદિરમાં પૂજા અર્ચના કરાવી ભાગવત કથાના કથાકાર અને નડિયાદ માઇ મંદિરના ધર્માચાર્ય હરેન્દ્ર બાલેન્દુ ભગવતી કેસર ભવાની મહારાજે પણ ભાગવત કથા માટે માતાજી સમક્ષ ચાચરચોકમાં કથા કરવા રજામંદી લીધી હતી ને ચાચરચોકમાં ભાગવત કથા સહીત કથાકારનું પણ પૂજાઅર્ચના સહીત આરતી કરી ભાગવત કથા નું દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો.

જોકે આ ભાગવતકથા ના કથાકાર હરેન્દ્ર મહારાજે જણાવ્યું હતું કે અંબાજી મંદિર ચાચરચોક માં 25 વર્ષ પૂર્વે તેમના દાદાએ ભાગવત કથા નું પઠન કર્યું હતું ને હવે ફરી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાચરચોકની પરમિશન મળતા આ કથાનું આયોજન કરાયું છે.

આ કથા દરમિયાન જેપણ ભેટકે દાનદક્ષિણા આવશે તે નડિયાદ માઇ મંદિર માં લઇ જવામાં આવશે નહીં તેની જગ્યા એ તમામ દાન ભેટ સોગાત અંબાજી મંદિર ની ચાલી રહેલી સુવર્ણમય કામગીરી માટે જમા કરાવામાં આવશે તે એક મોટી બાબત છે.

આ પણ વાંચો: Train cancelled news: નોન-ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે આ ટ્રેનો રદ રહેશે, જાણો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો