Effect of flood in pakistan

Effect of flood in pakistan: પાકિસ્તાનમાં આવેલા મહાપૂરનો ભારતના ખેડૂતોને થયો આ ફાયદો- વાંચો વિગત

Effect of flood in pakistan: ભારતમાં કપાસનું ઉત્પાદન કરનારા ખેડૂતો પર ગણપતિ બાપ્પાની કૃપા જણાઈ રહી છે

નવી દિલ્હી, 03 સપ્ટેમ્બરઃ Effect of flood in pakistan: છેલ્લા બે દિવસથી પાકિસ્તાનના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘણુ નુકશાન થયુ છે તો ઘણા જીવ ગંભીર હાલતમાં મુકાયા છે. પરંતુ આ સમયે ભારતમાં કપાસનું ઉત્પાદન કરનારા ખેડૂતો પર ગણપતિ બાપ્પાની કૃપા જણાઈ રહી છે.

આ વર્ષે ખરીદીના મુહર્ત  સમયે કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ 11 હજાર 153 રૂપિયા મળ્યા હતા. ભારતના પડોશી દેશોમાં આવેલા મહાપૂરની અસરને કારણે ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં(Global market) કપાસના ભાવ સોનાને આંબી ગયા છે. રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે ઓપન માર્કેટમાં સૌથી વધુ 11,000નો ભાવ મળ્યો હતો.

આ પણ વાંચોઃ Bank IPO: આ તારીખથી ઓપન થઈ રહ્યો છે આ બેન્કનો IPO, રોકાણ માટે 14700 રૂપિયા રાખો તૈયાર

મિડિયાના અહેવાલ મુજબ ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક માંગમાં વધારો થયો છે. તેમાં ગત વર્ષે પાકિસ્તાન, બાંગ્લાદેશઅને ચીનમાં પૂરના કારણે કપાસને ભારે નુકસાન થયું હતું. આથી ભારતીય કપાસની માંગ ભારે હતી. આ વર્ષે પણ આવી જ સ્થિતિના કારણે કપાસની માંગ છે. આથી કપાસની માંગ વધતી રહેશે.

મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં કપાસનું વાવેતર વધ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે. જેથી ખેડૂતોને પણ ફાયદો થશે. ગત વર્ષે જિલ્લામાં ચાર લાખ 75 હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું. આ વર્ષે તેમાં લગભગ 75 હજારનો વધારો થયો છે અને તે પાંચ લાખ 42 હજાર હેક્ટર સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ Arvind Kejriwal visits Dwarka: અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા, ગુજરાતના ખેડૂતોને આપી 6 આકર્ષક ગેરંટી

Gujarati banner 01