Great performances from Hardik and Jadeja

Ravindra jadeja injured: સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર, હવે આ ખેલાડીને ટીમમાં મળશે સ્થાન

Ravindra jadeja injured: જાડેજાના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃRavindra jadeja injured: ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો છે. BCCIએ માહિતી આપી છે કે જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દેખરેખ કરી રહી છે.

તેમના સ્થાને આવેલા અક્ષર પટેલ પહેલાથી જ રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે હતા અને ટૂંક સમયમાં દુબઈમાં ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ પાકિસ્તાન અને હોંગકોંગને હરાવીને એશિયા કપના સુપર-4માં પહોંચી ગઈ છે. ત્યાં તેમને શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સામનો કરવો પડશે. જો પાકિસ્તાન હોંગકોંગને હરાવશે તો તે સુપર-4માં ભારત સામે રમશે.

આ પણ વાંચોઃ Effect of flood in pakistan: પાકિસ્તાનમાં આવેલા મહાપૂરનો ભારતના ખેડૂતોને થયો આ ફાયદો- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, એશિયા કપમાં રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં હતો. તેણે પાકિસ્તાન સામે બે ઓવરમાં 11 રન આપ્યા અને બેટ વડે 29 બોલમાં 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. તેણે હાર્દિક પંડ્યા સાથે અડધી સદીની ભાગીદારી કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢીને જીતની ઉંબરે પહોંચાડી હતી. તેણે આ મેચમાં મહત્વનો કેચ પણ લીધો હતો. તે જ સમયે, હોંગકોંગ સામેની બીજી મેચમાં જાડેજાએ ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા અને એક વિકેટ લીધી. આ સિવાય તેણે શાનદાર રનઆઉટ પણ કર્યો હતો

એશિયા કપ માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન

આ પણ વાંચોઃ Bank IPO: આ તારીખથી ઓપન થઈ રહ્યો છે આ બેન્કનો IPO, રોકાણ માટે 14700 રૂપિયા રાખો તૈયાર

Gujarati banner 01