Imran Khan

Imran Khan-Bushra Bibi 7 Year Jailed: 5 દિવસમાં પૂર્વ પાક પ્રધાનમંત્રીને ત્રીજી વખત સજા, આ મામલામાં 7 વર્ષની જેલ

Imran Khan-Bushra Bibi 7 Year Jailed: ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ગેર-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી

અમદાવાદ, 03 ફેબ્રુઆરીઃ Imran Khan-Bushra Bibi 7 Year Jailed: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો દિવસેને દિવસે વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાન અને ભૂતપૂર્વ પ્રથમ મહિલા બુશરા બીબીના લગ્નને ગેર-ઈસ્લામિક જાહેર કર્યા છે. આ કેસમાં બંનેને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

મળેલ માહિતી પ્રમાણે, બીબીના પહેલા પતિ ખાવર માણેકાએ કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે બે લગ્નો વચ્ચે ફરજિયાત વિરામ અથવા ઈદ્દતનું પાલન કરવાની ઈસ્લામિક પ્રથાનુું ઉલ્લંઘન કર્યું છે. મહત્વનું છે કે એક દિવસ પહેલા, જેલ પરિસરમાં લગભગ 14 કલાક સુધી ચાલેલી સુનાવણી પછી, કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ગેર-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત-સાત વર્ષની સજા

પાકિસ્તાની ન્યૂજ વેબસાઈટ અનુસાર, કોર્ટે આજે અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને સજા સંભળાવી છે. પાકિસ્તાનના સ્થાપક અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ગેર-ઈસ્લામિક લગ્નના કેસમાં સાત-સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બંને પર 5-5 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો… PM inaugurates CLEA-Commonwealth Attorneys: પ્રધાનમંત્રીએ સીએલઇએ- કોમનવેલ્થ એટર્ની અને સોલિસિટર જનરલ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો