joe biden tweet

joe biden tweet: તમામ વિવાદો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કરી મોટી જાહેરાત, બાઇડને ટ્વિટ કરીને કહી આ વાત- વાંચો વિગત

joe biden tweet: જે અફઘાનીઓએ યુદ્ધમાં મદદ કરી તેમને અમેરિકામાં આપશે શરણ

નવી દિલ્હી, 24 ઓગષ્ટ: joe biden tweet:  અફઘાનિસ્તાનની હાલતથી વિશ્વના તમામ દેશો ખુબ જ ચિંતામાં છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનીઓ દહેશતમાં જીવવા માટે મજબૂર છે ત્યાં બીજી બાજુ આ સમગ્ર મામલે અમેરિકાની રણનીતિ પણ સવાલના ઘેરામાં છે. હવે આ તમામ વિવાદો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક મોટી જાહેરાત કરી છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને એક ટ્વીટ(joe biden tweet) કરીને જણાવ્યું કે યુદ્ધ દરમિયાન જે અફઘાનીઓએ તેમના દેશની મદદ કરી હતી તેમને અમેરિકામાં શરણ આપવામાં આવી શકે છે. તેમણે લખ્યું છે કે એકવાર સ્ક્રિનિંગ અને અન્ય ઔપચારિકતાઓ પૂરી થઈ જાય, ત્યારબાદ જેમણે યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી તે અફઘાનીઓનું અમારા દેશમાં સ્વાગત કરીશું. કારણ કે અમે આવા જ છીએ. અમેરિકાની આ જ ઓળખ છે. 

જો બાઈડેનની આ ટ્વીટ(joe biden tweet) એટલા માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે હાલ અમેરિકાની અફઘાન નીતિ સમગ્ર દુનિયામાં વિવાદાસ્પદ ગણાઈ રહી છે. જે પ્રકારે અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાનું ફરમાન આવ્યું અને પછી તાલિબાને કબજો જમાવ્યો, આવામાં અમેરિકા પર જબરદસ્ત દબાણ હતું. હવે આ તણાવ વચ્ચે બાઈડેને મોટી પહેલ કરી છે. તેઓ અફઘાનીઓને શરણ આપવા  તૈયાર છે. ટ્વીટમાં ફક્ત એટલું જ જણાવવામાં આવ્યું છે કે જે અફઘાનીઓએ યુદ્ધ દરમિયાન અમેરિકાની મદદ કરી હતી તેમને નવા ઘર (અમેરિકા)માં બોલાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ women in Indian army: ઇન્ડિયન આર્મીમાં પાંચ મહિલા અધિકારીઓને કર્નલ રેન્કનું પ્રમોશન, ૨૬ વર્ષની નોકરી પૂર્ણ થયા પછી અપાયું પ્રમોશન

જો કે આ જાહેરાત પર રાષ્ટ્રપતિ તરફથી કઈ પણ વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું નથી. હાલ આ જાહેરાતના ‘કિન્તુ પરંતુ’ વિશે કોઈ પણ જાણકારી નથી. જો કે જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લેતા આ જાહેરાત અફઘાનીઓ માટે કઈક રાહતવાળી રહેશે. હજુ જોકે આ જાહેરાતની વિસ્તૃત જાણકારી માટે રાહ જોવી પડશે. 

આ અગાઉ રવિવારે પણ જો બાઈડેને અફઘાનિસ્તાન પર એક મોટી બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે દેશની સ્થિતિ પર તો ચિંતા વ્યક્ત કરી જ હતી, સાથે સાથે એ પણ કહ્યું હતું કે હવે અફઘાનિસ્તાન આતંકીઓનો નવો ગઢ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસના આતંકીઓ અમેરિકી સૈનિક અને સામાન્ય અફઘાન નાગરિકોને નિશાન બનાવી શકે છે. 

Whatsapp Join Banner Guj