Most polluted city in the world 2021

Most polluted city in the world 2021: દુનિયાના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં ભારતના ત્રણ શહેરો સામેલ, વાંચો પ્રદુષિત શહેરોની યાદી

Most polluted city in the world 2021: શિયાળાના આગમનની સાથે પ્રદુષણે ફરી માથુ ઉંચકયુ છે અને  દુનિયાના સૌથી વધુ પ્રદુષિત દસ શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થયો

નવી દિલ્હી, 13 નવેમ્બરઃ Most polluted city in the world 2021: છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદુષણ ભારતના ઘણા શહેરો માટે અને ખાસ કરીને ઉત્તર ભારતના શહેરો માટે મોટો ખતરો બની રહ્યુ છે.

પ્રદુષણના કારણે રાજધાની દિલ્હીની હાલત સૌથી ખરાબ છે અને આ સમસ્યા પર કાબૂ નહીં મેળવી શકાયો હોવાથી વૈશ્વિક સ્તરે ભારતની આબરુના ધજાગરા થઈ રહ્યા છે.દરમિયાન શિયાળાના આગમનની સાથે પ્રદુષણે ફરી માથુ ઉંચકયુ છે અને  દુનિયાના સૌથી વધુ પ્રદુષિત દસ શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે.

દુનિયાભરમાં હવાની ગુણવત્તા માટેના એર ક્વોલિટી ઈન્ડેક્સ પર નજર રાખતી સંસ્થા આઈક્યૂ એરના આંકડા પ્રમાણે દુનિયામાં સૌથી પ્રદુષિત શહેર તરીકે દિલ્હી પહેલા સ્થાને છે અને પાકિસ્તાનનુ લાહોર બીજા સ્થાને છે.બલ્ગારિયાનુ સોફિયા ત્રીજા નંબરે અને ભારતનુ કોલકાતા ચોથા સ્થાને છે.

Advertisement

આ પણ વાંચોઃ Khel Ratna Awards: નીરજ ચોપરા સહિત 12 ખેલાડીને ખેલરત્ન, ભાવિના સહિત 35ને અર્જૂન એવોર્ડનું સન્માન- વાંચો વિગત

જાણો દુનિયાના સૌથી વધુ પ્રદુષિત શહેરોની યાદી

1. દિલ્હી, ભારત (AQI: 556)

Advertisement

2. લાહોર, પાકિસ્તાન (AQI: 354)

3. સોફિયા, બલ્ગેરિયા (AQI: 178)

4. કોલકાતા, ભારત (AQI: 177)

Advertisement

5. ઝાગ્રેબ, ક્રોએશિયા (AQI: 173)

6. મુંબઈ, ભારત (AQI: 169)

7. બેલગ્રેડ, સર્બિયા (AQI: 165)

Advertisement

8. ચેંગડુ, ચીન (AQI: 165)

9. સ્કોપિયા, ઉત્તર મેસેડોનિયા (AQI: 164)

10. ક્રેકો, પોલેન્ડ (AQI: 160)

Advertisement
Whatsapp Join Banner Guj