burkha girl

Taliban education: તાલિબાને શિક્ષણ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ પરથી હવે અંત આવવા લાગ્યો

Taliban education: તાલિબાને અફઘાનિસ્તાનની છોકરીઓના શિક્ષણ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હવે અંત આવવા લાગ્યો

અમદાવાદ, 24 માર્ચ: Taliban education: તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો મેળવતાની સાથે જ છોકરીઓના શિક્ષણ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હવે અંત આવવા લાગ્યો છે. બુધવારે રાજધાની કાબુલમાં ઘણી છોકરીઓ શાળાઓમાં પાછી જતી જોવા મળી હતી. જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યાને સાત મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર બન્યા બાદ શાળાઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તાલિબાને જ્યારે ગયા ઓગસ્ટમાં સત્તા સંભાળી, ત્યારે તમામ શાળાઓ COVID-19 રોગચાળાને કારણે બંધ કરવામાં આવી હતી – પરંતુ માત્ર છોકરાઓ અને કેટલીક સગીર છોકરીઓને બે મહિના પછી ફરીથી વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સમુદાયે નવા શાસનના(Taliban education) સમર્થન અને માન્યતા અંગેની વાટાઘાટોમાં શિક્ષણના અધિકારને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ઘણા દેશો અને સંસ્થાઓએ શિક્ષકોને પગાર આપવાની ઓફર કરી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજધાની કાબુલ સહિત અનેક પ્રાંતોમાં બુધવારે શાળાઓ ફરી ખુલશે, પરંતુ તાલિબાનનું આધ્યાત્મિક કેન્દ્ર કંદહારના દક્ષિણ વિસ્તારમાં આવતા મહિના સુધી ખુલશે નહીં. જો કે તેની પાછળ કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી.

Taliban education

બુધવારે ન્યૂઝ એજન્સી એએફપીની ટીમોએ કેટલીક છોકરીઓને રાજધાનીની કેટલીક શાળાઓમાં પ્રવેશતી જોઈ. એએફપીના પત્રકારના જણાવ્યા અનુસાર, સેંકડો લોકો સવારે 7:00 વાગ્યે રાજધાનીની સૌથી મોટી શાળા પૈકીની એક જરઘોના હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

રાજધાનીની રાબિયા બલ્ખી સ્કૂલમાં પણ ડઝનેક છોકરીઓ ગેટ પર એકત્ર થવાની રાહ જોઈ રહી હતી. હેરાત અને પંજશીર જેવા અન્ય પ્રાંતોમાં હજુ શાળાઓ ખોલવાની બાકી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે શાળાઓ ફરીથી ખોલવી એ હંમેશા સરકારનો ઉદ્દેશ્ય હતો અને તાલિબાન દબાણને વશ થયા નથી. મંત્રાલયના પ્રવક્તા અઝીઝ અહેમદ રાયને જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને ખુશ કરવા અથવા વિશ્વની માન્યતા મેળવવા માટે શાળાઓ ફરીથી ખોલી રહ્યા નથી.

તેમણે જણાવ્યું હતું કે અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવાની અમારી જવાબદારીના ભાગરૂપે આ કરી રહ્યા છીએ.’ તાલિબાનોએ આગ્રહ કર્યો છે કે તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે 12 થી 19 વર્ષની છોકરીઓ માટેની શાળાઓ અલગ કરવામાં આવે અને ઇસ્લામિક સિદ્ધાંતો અનુસાર સંચાલિત થાય.

આ પણ વાંચો..Bank employees to go on strike: આ બે દિવસ રાજ્યમાં બેંકોની હળતાલ- વાંચો વિગત

Gujarati banner 01