Turkey Earthquake Update 1

Turkey earthquake update: ભૂકંપને 178 કલાક થયા છતાં 6 વર્ષની બાળકીએ મોતને આપી માત, વાંચો…

  • ઘટનામાં 33 3 હજારથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા

Turkey earthquake update: દુર્ઘટનાના ઘણા દિવસો પછી પણ કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: Turkey earthquake update: તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપમાં 33 હજારથી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. બચાવકર્મીઓ હાલ પણ લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્યમાં લાગેલા છે. દુર્ઘટનાના ઘણા દિવસો પછી પણ કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘણા લોકો માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી.

છ વર્ષની માસૂમને બચાવાઈ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનાના 178 કલાક બાદ દક્ષિણ તુર્કીના અદિયામાન શહેરમાં મિરે નામની એક નાની છોકરીને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બાળકીની ઉંમર માત્ર છ વર્ષની છે. આ બાળકીની મોટી બહેન પણ કાટમાળમાં ફસાયેલી છે, જેની શોધખોળ ચાલુ છે.

બે મહિનાનું બાળક હસતું અને રમતું જોવા મળ્યું

વિનાશક ભૂકંપના 128 કલાક બાદ બચાવકર્મીઓએ બે મહિનાની માસૂમ બાળકીને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. આ છોકરીને જોઈને ઘણા લોકોના ચહેરા ચમકી ઉઠ્યા. આ છોકરીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પહેલા વીડિયોમાં બાળકી ધૂળ અને માટીમાં ઢંકાયેલી હતી, જ્યારે બાદમાં સામે આવેલા વીડિયોમાં બાળકીને સાફ કરવામાં આવી હતી. વીડિયોમાં બાળકી હસતી-રમતી જોવા મળી હતી.

રોમિયો-જુલી જીવન બચાવે છે

તુર્કીની મદદ માટે ભારતમાંથી NDRFની ટીમ મોકલવામાં આવી છે. આ ટીમમાં રોમિયો અને જુલી નામના બે બહાદુર હીરોને પણ મોકલવામાં આવ્યા છે. ખરેખર, NDRFના આ બે શ્વાન પણ બચાવ કાર્યમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને કાટમાળ નીચે દટાયેલી છ વર્ષની બાળકી મળી. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છોકરીને જોઈને જૂલી ભસવા લાગી અને જ્યારે ટીમે ત્યાંથી કાટમાળ હટાવ્યો તો તે બાળકી જોવા મળી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકીનું નામ બેરેન છે.

આ પણ વાંચો: Aadhaar card number change online: શું તમારો મોબાઈલ નંબર પણ બદલી ગયો છે…! તો આધાર સંબંધિત આ કામ તરત પતાવી લો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો