Russia Ukraine war Update

Ukraine claims: યુક્રેને કર્યો દાવો, કહ્યું- કીવ પર કબજાનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો, રશિયન પેરાટ્રૂપર્સ ભરેલું પ્લેન તોડી પાડ્યું- વાંચો વિગત

Ukraine claims: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કીવને રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવે તેવું જોખમ મંડરાઈ રહ્યું છે

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ Ukraine claims: રશિયાની સેના યુક્રેન પર હુમલાની ગતિને વેગ આપી ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે. છેલ્લા ત્રણ દિવસોમાં રશિયન સેનાએ યુક્રેન પર ચારેય બાજુથી હુમલો કરી તેમની સેનાને  પીછે હઠ કરવા માટે મજબૂર કરી છે. જોકે, રાજધાની કીવ અત્યાર સુધી રશિયન સેનાના કબ્જાથી દૂર રહી હતી.

હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પોતે ચિંતા વ્યક્ત કરી છે કે કીવને રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવે તેવું જોખમ મંડરાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, આજની રાત અમારા માટે સૌથી મુશ્કેલ હશે, પરંતુ આપણે ઊભા રહેવું પડશે. ઝેલેન્સકીએ જણાવ્યું કે, આજની રાતે દુશ્મન અમારી ક્ષમતા તોડવા માટે દરેક પ્રયત્નો કરશે. આજે તેઓ અમારા પર કહેર વરસાવશે.

આ પણ વાંચોઃ Happy birthday Amdavad: મારા, તમારા અને આપણા અમદાવાદને જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છા..! માણો, અમદાવાદની રોચક સફર

યુક્રેને દાવો કર્યો છે કે, કીવ પર કબ્જો કરવાનો પ્રયત્ન કરી રહેલી રશિયન સેનાને પાછળ ધકેલ્યું છે અને રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલું તોડી પાડ્યું છે. 

 યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, આજની રાત બાકી બધા દિવસો કરતા મુશ્કેલીભરી રહેશે. અમારા દેશના કેટલાય શહેર હુમલાનો સામનો કરી રહ્યા છે જેમાં શેરનિહિવ, સુમી, ખારકીવ, ડોનબાસ અને દેશના દક્ષિણમાં રહેલા બીજા શહેર પણ સામેલ છે પરંતુ અમે અમારી રાજધાની કીવને નહી ખોઈ શકીએ.

Gujarati banner 01