ukraine plane hijacked in kabul

Ukraine plane hijacked in kabul:કાબુલમાં હાઈજેક થયુ વિમાન, નાગરિકોનું રેસ્ક્યુ કરવા યુક્રેનથી પહોંચ્યુ હતુ અફઘાનિસ્તાન- વાંચો વિગત

Ukraine plane hijacked in kabul: યુક્રેન સરકારમાં નાયબ વિદેશ મંત્રી યેવજેની યેનીને માહિતી આપી છે કે અમારા વિમાનને રવિવારે અજાણ્યા લોકોએ હાઇજેક કર્યું

કાબુલ, 24 ઓગષ્ટઃ Ukraine plane hijacked in kabul: લોકોને બચાવવા અફઘાનિસ્તાન પહોંચેલા યુક્રેનનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું છે. યુક્રેન સરકારના મંત્રીએ મંગળવારે આ દાવો કર્યો છે. આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિમાન રવિવારે હાઇજેક કરવામાં આવ્યું હતું, જેને કેટલાક અજાણ્યા લોકોએ કબજે કરી લીધું હતું.

યુક્રેન સરકારમાં નાયબ વિદેશ મંત્રી યેવજેની યેનીને માહિતી આપી છે કે અમારા વિમાનને રવિવારે અજાણ્યા લોકોએ હાઇજેક કર્યું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજાણ્યા લોકો છે. એટલું જ નહીં, અમારા ત્રણ અન્ય સ્થળાંતર યોજનાઓ પણ સફળ થઈ નહીં કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા.

એજન્સીના જણાવ્યા અનુસાર આ વિમાનને હાઇજેક(Ukraine plane hijacked in kabul) કરનારા તમામ શસ્ત્રોથી સજ્જ હતા. આ વિમાન કોને મળ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. યુક્રેન સતત તેના લોકોને અફઘાનિસ્તાનથી બચાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Low Rainfall Gujarat: રાજ્યના 207 ડેમમાંથી માત્ર ત્રણ ડેમ સંપૂર્ણ ભરાયેલા, ઉ.ગુજરાતના આ વિસ્તારોમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક- દુષ્કાળ જેવી સ્થિતિ

માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 83 લોકોને કાબુલથી કિવ લાવવામાં આવ્યા છે. તેમાં 31 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં હજુ બંધ 100 થી વધુ યુક્રેનિયન નાગરિકો છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદથી કાબુલ એરપોર્ટ પરથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુક્રેન, ભારત સહિત વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. નાટો દેશો સાથે, યુએસએ કાબુલ એરપોર્ટને નિયંત્રિત કર્યું છે. 

Whatsapp Join Banner Guj